Western Times News

Gujarati News

પ્રિયંકાની જેઠાણી ડેનિયલે ઈન્ડિયન રેસ્ટોરાંમાં ડિનર લીધું

મુંબઈ: બોલિવુડ અને હોલિવુડમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ હવે પ્રિયંકા ચોપરા જાેનસે રેસ્ટોરાં બિઝનેસમાં ઝંપલાવ્યું છે. પ્રિયંકાએ ન્યૂયોર્કમાં પોતાની પહેલી રેસ્ટોરાં શરૂ કરી છે. પ્રિયંકાએ સોના નામની રેસ્ટોરાં શરૂ કરી છે. જેની મુલાકાત હાલમાં જ એક્ટ્રેસની જેઠાણી ડેનિયલ જાેનસે લીધી છે. જણાવી દઈએ કે, ડેનિયલ નિકના મોટાભાઈ કેવિન જાેનસની પત્ની છે. ડેનિયલે હાલમાં જ દેરાણીની રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી અને તેની ઝલક પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.

ડેનિયલે રેસ્ટોરાંમાં પીરસાયેલા ડ્રિંકની સાથે ભોજનની પણ ઝલક બતાવી હતી. એક તસવીરમાં ડેનિયલની સાથે પતિ કેવિન અને મિત્રો જાેવા મળી રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં નિક અને પ્રિયંકાએ રેસ્ટોરાંમાં નાનકડી પૂજા કરી હતી. પ્રિયંકાની આ ભારતીય રેસ્ટરાંનું મેનૂ પણ સામે આવ્યું છે. રેસ્ટોરાંના હેડ શેફ હરિ નાયકે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં મેનૂનો ખુલાસો કર્યો છે.

પ્રિયંકાના ભારતીય રેસ્ટોરામાં દહીં કચોરી અને કોફ્તા કોરમા જેવી ભારતીય વાનગીઓ હોવાની સાથે કેટલીક ફ્યૂઝન વાનગીઓ પણ પીરસવામાં આવે છે. જેમકે, ગોલગપ્પા શોટ્‌સ અને ક્રેબ પૂરી, કેવિવર અને આ ડિશ પ્રિયંકાની મનપસંદ છે. શેફના જણાવ્યા અનુસાર, પૂરી અને કેવિવર બોમ્બે સ્ટાઈલ બટરથી ભરપૂર ક્રેબ છે જેના ઉપર કેવિવરથી ગાર્નિશિંગ કરવામાં આવે છે.

શેફે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, પ્રિયંકાએ અમારી સાથે ટેસ્ટિંગમાં ભાગ લીધો હતો. ગોલગપ્પા શોટ્‌સ તેનો જ આઈડિયા છે.” મેનૂમાં નિક જાેનસનો મનપંસદ ગાજરનો હલવો પણ છે. આ ઉપરાંત બટર ચિકન, ગોઆન ફિશ કરી અને બકવ્હીટ ભેળ પણ સોનાના મેનૂમાં છે.

આ જ ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાના બિઝનેસ પાર્ટનર મનીષ ગોયલે જણાવ્યું કે, સોના નામ નિક જાેનસે સૂચવ્યું હતું. પોતાના ભાઈઓ સાથે ટેસ્ટિંગ કર્યા બાદ નિકે આ નામ સૂચવ્યું હતું. મનીષે જણાવ્યું, “નિકે અમને નામ સૂચવ્યું ત્યારે અમને થયું કે શું? આ નામ વિશે તું શું જાણે છે? ત્યારે તેણે જણાવ્યું હતું કે નિકે આ શબ્દ તેના લગ્ન વખતે સાંભળ્યો હતો અને પછી તેનો અર્થ શોધ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.