કેસુડાના ફુલોની હોળીએ જુની હોળી માનવામાં આવે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Kesuda.jpg)
નવસારી: કોઈ નાજુક નમણી, નાર નવેલી લે છે ઓવારણાં આવ્યો આ કેસરભીનો કેસુડો હોળી-ધૂળેટી એટલેકે, રંગોનો પર્વ આવ્યો છે. ત્યારે રંગોનો પર્વ આવે અને કેસુડાની યાદ ન આવે તેવું તો કઈ રીતે બને. ફાગણમાં સોળે કળાએ ખીલેલો મનમોહક કેસૂડો હોળીમાં આપે છે પ્રાકૃતિક રંગ.
કેસુડો આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી છે. તેનો હોળી-ધૂળેટીમાં રંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તે કેસૂડા ફૂલોને પાણીમાં નાખીને સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જાય છે. કેસૂડા નું પાણી પણ ઉત્તમકારી છે જે ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે. ત્યારે હાલ ગુજરાતમાં નવસારી જિલ્લામાં ઠેર-ઠેર કેસૂડો લહેરાતો જાેવા મળી રહ્યો છે. જેને કારણે નવસારી જિલ્લો હાલ કોઈ નવોઢાની માફક સજી-ધજીને શણગાર કરી રહ્યો હોય એવો લાગી રહ્યો છે.
ચાલો આપણે પણ ફાગણમાં લહેરાતા કેસૂડાની આ રંગતથી રંગોત્સવને રંગીન બનાવીએ. હોળી-ધૂળેટી આવી ચાલો ખેલીએ શીતળ મધુરા કેસૂડાના રંગથી ખેલીએ રંગોત્સવ આપણા આદિવાસી સમાજના પૂર્વજાેએ દરેક વનસ્પતિના ઔષધિય ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધા હતા. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારૂ રહે. આજના મોબાઈલ યુગની પેઢીને કેસૂડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસૂડો જાેવા મળતો નથી.ફાગણ મહિનો આવતાં જ કેસૂડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે.
ત્યારે આ કેસૂડો સોળેકળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે.સાથેજ આ કેસૂડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યુ છે. કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે ત્યારે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, આ સાથે કેસૂડો પણ ખીલી ઉઠ્યો છે. ત્યારે આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જાેવાનો લાહવો પણ અનેરો છે.
શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે. ફાગણએ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો અને શક સંવતનો બારમો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસૂડો તરીકે ઓળખવામાં આવે છે. જાે કે હવે કેમિકલ રંગોના સમયમાં કુદરતી વનસ્પતિ રંગોથી કોઇ ધુળેટી રમતુ તો નથી છતાં પણ ડાંગ-વાંસદાના આદિવાસીઓને હોળી ધુળેટીમાં કેસૂડાની યાદ અવશ્ય આવે જ છે.