Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા રવિવારે હોળી અને સોમવારે ફુલદોલોત્સવની ઉજવણી કરાશે

તા. ર૮ રવિવાર હોળી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ના મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા.ર૮ માર્ચને શનિવારને રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે.

સમય સવારે : ૮ – ૦૦ થી ૮ – ૧પ શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળામાં બિરાજમાન કરીને ધાળીથી અભિષેક કરવામાં આવશે.

તા. ર૯ સોમવાર ફુલદોલોત્સવ – ધૂળેટી

સમય સવારે : ૮ – ૩૦ થી ૯ – ૦૦ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ગાર્ડનમાં હિંડોળમાં બિરાજમાન કરીને કેશુંડાના જળથી રંગવામાં આવશે.

કોરોના વાયરસના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવાશે. હરિભકતોનો સમુદાયની ગેરહાજરીમાં ઉજવાશે.

કુમકુમ મંદિરસ્થળ : શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર હીરાપુર – અમદાવાદ – મહેમદાવાદ રોડ
સંપર્ક : સાધુ પ્રેમવત્સલદાસજી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.