ભારતમાં કોરોના વાઈરસની ત્રીજી રસી ની ટ્રાયલ શરુ કરાઈ
નવીદિલ્હી: વિશ્વની રસી બનાવતી સૌથી મોટી કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસની ત્રીજી રસી ની ટ્રાયલ શરુ કરાઈ છે.
અગાઉ જૂન સુધીમા લોન્ચ કરવાની આશા રાખનાર અદાર પૂનાવાલાએ આજે બપોરે ટિ્વટ કરીને જણાવ્યું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં લોન્ચ કરવાની કંપનીની ગણતરી છે. બ્રિટનમાં ની ટ્રાયલ થઈ હતી તેમાં આ રસી ૮૯.૩ ટકા અસરકારક સાબિત થઈ છે. અને આફ્રિકન અને યુકે વેરિએન્ટની સામે પણ ટેસ્ટ કરાઈ છે. પૂનાવાલાએ જણાવ્યું કે અમેરિકાની રસી બનાવતી કંપની ની સાથે મળીને બનાવાઈ રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં તેની ટ્રાયલ શરુ કરાઈ છે. સપ્ટેમ્બર ૨૦૨૧ માં ભારતમાં લોન્ચ કરવાની આશા છે. ઉલ્લેખનીય છે કે સિરમ ઈન્સ્ટીટ્યુટની બીજી રસી છે. આ પહેલા સિરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડને ડીસીજીઆઈની મંજૂરી મળી ચૂકી છે. કોવિશિલ્ડને બીજા દેશોમાં પણ મોકલાઈ રહી છે.
ભારતમાં વેક્સિનની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા કહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા જ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનકાએ વિકસિત કર્યું છે.અદાર પૂનાવાલાએ કહ્યું કે, પ્રિય દેશો અને સરકારો, જેવું કે તમે લોકો કોવિશીલ્ડ વેક્સિનની સપ્લાઈની રાહ જાેઇ રહ્યા છે.
હું તમે સૌને વિનમ્ર નિવેદન કરું છું કે તમે સૌ ધીરજ રાખો. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ભારતમાં વેક્સિનની ભારે જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે. સાથે જ અન્ય દેશોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંતુલન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.