દેશની ૧૨૦૦ કરોડની સંપત્તિ પાકિસ્તાનના કબજામાં, રાજ્યસભાના સાંસદ
રાજકોટ: ગુજરાતના રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં દેશની અંદાજિત ૧૨૦૦ કરોડની સંપત્તિ એવી ફીસિંગ બોટ પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે. એટલું જ નહીં માછીમારી કરતા ૫૪૦ જેટલા માછીમારો પણ પાકિસ્તાનની જેલમાં કેદ છે તેને મુક્ત કરાવવાની માંગ કરી છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ કરી છે. રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, અવાર નવાર ભરતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન માછીમારોનું બોટ સાથે અપહરણ કરી જાય છે. ૫૪૦ કરતા વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં છે અને ૧૧૩૦ જેટલી બોટ પાકિસ્તાનમાં સળી રહી છે. અંદાજિત ૧૨૦૦ કરોડ રૂપિયાની બોટ પાકિસ્તાનમાં સળી રહી છે જે રાષ્ટ્રીય સંપત્તિ છે.
પાકિસ્તા મરીન દ્વારા અપહરણ કરી ગયેલા માછીમારોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા માસિક ૯ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. જાેકે ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરતું રહે છે . પરંતુ માછીમારો લાલચમાં આવીને ફીસિંગ માટે બોર્ડર ક્રોસ કરી જાય છે અને પરત ફરતી વખતે બોટના એન્જીન ખરાબ થઈ જતા હોવાથી પાકિસ્તાની મરીન અપહરણ કરી જતા હોવાનું રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું.
ગુજરાત ૧૬૦૦ કિલો મીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારે વસેલા નાના ગામડા અને શહેરોના માછીમારો દરિયો ખેડવા જતા હોય છે
ત્યારે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી જવાની ઘટનાઓ બનતી હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો ન હોવાથી પાકિસ્તાન મરીનની અવળ ચંડાઇ સામે આવતી હોય છે. ગુજરાતની ૧૧૩૦ બોટના અપહરણમાથી ૯૦૦ બોટ માત્ર પોરબંદર શહેરની છે. એક ફીસિંગ બોટની અંદર ૫ જેટલા માછીમારો હોઈ છે. જ્યારે એક બોટનું અપહરણ થાય ત્યારે પાંચ પરિવારોની રોજીરોટી છીનવાઈ જતી હોય છે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, પીડિત માછીમાર સમાજને ન્યાય મળે અને પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો પરત આવે તેવા સરકારના પ્રયાસો રહેશે. જાેકે એક બોટની કિંમત અંદાજિત ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની થાય છે. ૧૧૩૦ બોટ પાકિસ્તાનના કબજામાં છે. જેની અંદાજિત કિંમત ૧૨૦૦ કરોડ આસપાસ થાય છે.