ભારતમાંઆગામી પાંચ વર્ષમાં અતિ ધનવાનોની સંખ્યા વધારો થશે
નવીદિલ્હી: ભારતમાં અતિ ધનવાન (અલ્ટ્રા હાઇનેટ વર્ષ ઇન્ડીવીજયુઅલ્સ)ની સંખ્યા ૨૦૨૫ સુધીાં ૬૩ ટકા વધીને ૧૧૯૩૮ થઇ શકે છે આ બાબતે ભારત વિશ્વમાં ઝડપથી આગળ વધનાર દેશોમાં બીજા નંબરે હશે જયારે એશિયાાં પ્રથમ નંબરે હશે તો દુનિયાભરમાં પ્રતિ ધનવાનોની સંખ્યા ૨૦૨૦થી ૨૦૨૫ વચ્ચે ૨૭ ટકા વધીને ૬,૬૩૪૮૯૩ થવાની શકયતા છે પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઇટ ફ્રેકનાવેલ્થ રીપોર્ટ ૨૦૨૧માં આ ખુલાસો થયો છે. ૩ કરોડ ડોલર અથવા તેનાથી વધારે સંપ્તિ ધરાવતા લોકો આ યાદીમાં આવે છે.
આ રીપોર્ટ અનુસાર ભારતમાં શહેરના આધારે જાેવામાં આવે તો મુંબઇ દિલ્હી અને બેંગ્લોરમાં ક્રમશ ૯૨૦, ૩૭૫, ૨૩૮ અતિ ધનવાનો હશે રીપોર્ટ અનુસાર ભારતના ૯૧ ટકા અતિ ધનવાન લોકોની સંપત્તિ ૨૦૨૧માં વધશે ભારતમાં અતિ ધનવાનોની સંખ્યામાં વધારાની ઝડપ વિશ્વની સરેરાશ ૨૭ ટકા અને એશિયાની સરેરાશ ૩૯ ટકા કરતા ધણી વધારે છે.