બાંગ્લાદેશમાં બંગાળ ઉપર પ્રવચન આચારસંહિતાનું ઉલ્લંઘન છે : મમતા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/mamta-benge-scaled.jpg)
કોલકતા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાનો આજે બીજાે દિવસ છે. પીએમ મોદીએ ત્યાં ઓરકંડીમાં માતુઆ સમુદાયના સભ્યોને મળ્યા. આ યાત્રા દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા પણ હાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળમાં, મટુઆ સમુદાયની અસર લગભગ ૩૦ થી ૪૦ વિધાનસભા બેઠકો પર છે. એક બાજુ પ. બંગાળમાં ચૂંટણી ચાલીરહી છે. તો બીજી બાજુ ઁમોદી બાંગ્લાદેશ યાત્રામાં પ. બંગાળને લઈને પ્રવચન કરી રહ્યા છે. જે મમતા દીદીને બિલકુલ પસંદ નથી આવ્યું. અને તેમણે મોદીના પ્રવચનને આચારસંહિતાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે.
ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખડગપુરમાં કહ્યું હતું કે, “અહીં ચૂંટણીઓ ચાલી રહી છે અને તેઓ (વડા પ્રધાન) બાંગ્લાદેશ ગયા છે અને બંગાળ પર પ્રવચનો આપી રહ્યા છે. આ સંપૂર્ણ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.”
પીએમ મોદીએ કહ્યું કે, “હું ઘણાં વર્ષોથી ઓરકંડી આવવાની રાહ જાેતો હતો અને જ્યારે હું ૨૦૧૫ માં બાંગ્લાદેશ આવ્યો ત્યારે મેં ઓરકંડી જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આજે હું પણ એવું જ અનુભવું છું, જેવું ભારતમાં રહેતા માતુઆ સમુદાયના હજારો અને લાખો મારા ભાઈબહેનો ઓરકંડી આવી અનુભવે છે.બંને દેશોના સંબંધો અંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “ભારત અને બાંગ્લાદેશ બંને તેમની પ્રગતિ સાથે, સમગ્ર વિશ્વની પ્રગતિ જાેવા માંગે છે. બંને દેશો અસ્થિરતા, આતંક અને અશાંતિને બદલે સ્થિરતા, પ્રેમ અને શાંતિ ઇચ્છે છે.