બાટવા શહેરમાં પીએસઆઇ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
માણાવદર તાલુકામાં વધતા જતા કોરોના કેસો ચિંતાનો વિષય બનેલ છે ત્યારે બાટવા શહેરમાં બાટવા પીએસઆઇ પ્રીતિબા ઝાલા દ્વારા 2000 માસ્ક નુ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું કે હાલ ઘણા લોકો પાસે માસ્ક જ નથી તેમજ માસ્ક ન પહેરવાને કારણે પોલીસ એક હજાર રૂપિયાનો દંડ આપે છે ત્યારે કોરોનાના ઘાતક રોગ થી બચવા અને રોગનો ફેલાવો અટકાવવાના પ્રયાસો કર્યા છે
આ તકે બાટવા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇએ વ્યક્તિગત માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા અને માસ્ક નહીં પહેરેલ હોય તો પોલીસ દંડ કરશે તેવી સમજણ લોકોને આપી હતી માસ્ક વિતરણ સેવા દરમિયાન લોકોને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા, સોશિયલ ડિસ્ટન્ટ જાળવવા, વધુ સંખ્યામાં લોકોને એકત્રિત ન થવા, આ રોગને ફેલાતો અટકાવવા વગેરે બાબતે લોકોને અનુરોધ કર્યો હતો