શામળાજી મંદિરમાં ભગવાન કાળીયા ઠાકોર પર ચાંદીની પીચકારી થી કેસૂડાંનો રંગ છંટાયો, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું,ધાણીનો પ્રસાદ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રાજ્યભરમાં આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં દર વર્ષે રંગેચંગે હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે જેમાં મંદિરમાં બિરાજતા ભગવાનને પણ સોના-ચાંદીની પિચકારીથી પૂજારી કેસુડો અને અબીલ-ગુલાલના રંગે રંગતા હોય છે અને મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ ભગવાનના સાનિધ્યમાં હોળી-ધુળેટીની ઉજવણી કરતા હોય છે
કોરોના કહેર વચ્ચે દ્વારકા અને ડાકોર મંદિર ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યા છે ફાગણી પુનમ નિમિતે અંબાજી, સોમનાથ અને શામળાજી મંદિરમાં ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિરના દ્વાર ખુલ્લા હોવાથી વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને ચાંદીની પીચકારીમાં કેસુડો અને અબીલ-ગુલાલથી રંગોત્સવ રમાડવામાં આવ્યો હતો ભક્તો પર કેસુડો અને અબીલ-ગુલાલ છાંટતા ભક્તો અભિભૂત થયા હતા ભગવાન કાળીયા ઠાકોરને ધાણીનો પ્રસાદ ધરાતા ભક્તો ધાણીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમા ફાગણી પૂનમે ભક્તોનું વહેલી સવાર થી ઘોડાપુર ઉમટ્યું હતું મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોર સાથે હોળીનો રંગોત્સવ ઉજવવા યાત્રાધામમાં ઉમટ્યા હતા શામળિયા ભગવાનને હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે અનોખો શણગાર સજ્યો હતો અને શણગાર આરતી સમયે ભગવાન શામળિયાને પણ હોળી રમાડવામાં આવી છે.શામળાજી મંદિરના મુખ્યાજી અને પૂજારીએ અબીલ ગુલાલના રંગો અને કેસુડાના રંગને ચાંદીની પીચકારીમાં ભરી ભગવાન શામળીયાને રંગોત્સવ રમાડવામાં આવ્યા છે.જાણે સમગ્ર મંદિર પરિસર અબીલ ગુલાલની છોળોથી રંગાઈ ગયું હતું. હોળીના પાવન અવસરે ભગવાનના દર્શને આવતા ભક્તો માટે મંદિર પરિસરમાં સૅનેટાઇઝર તેમજ માસ્ક સાથે દર્શન થાય તેવી મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.