કોરોનાની વિરુદ્ધ દવાની સાથે સખ્તાઈ પણ જરૂરી છે : મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી થોડીવારમાં પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ મન કી બાતના ૭૫મા સંસ્કરણની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, આ કાલની વાત લાગે છે જ્યારે અમે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અમૃત મહોત્સવની પણ શરૂઆત થઈ ચૂકી છે.
પીએમ મોદીએ કહ્યું કે, ગયા વર્ષે આ મહિને દેશે પહેલીવાર જનતા કર્ફ્યૂનું નામ સાંભળ્યું હતું. આ દરમિયાન લોકોએ કોરોના વોરિયર્સ માટે દેશ એકજૂથ થઈ ગયો હતો. આજે ભારત દુનિયામાં સૌથી મોટો કોરોના વેક્સીન કાર્યક્રમ ચલાવી રહ્યો છે.
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, મેં પર્યટનના વિવિધ પાસાઓ પર અનેકવાર વાત કરી છે, પરંતુ આજે અમે લાઇટ હાઉસની વાત કરી રહ્યા છીએ. તે પર્યટનાના હિસાબથી ઘણું અલગ હોય છે. આ લાઇટ હાઉસ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા નામના એક સ્થળ પર છે. આ લાઇટ હાઉસ એટલા માટે ખાસ છે કારણ કે ત્યાંથી હવે સમુદ્ર ૧૦૦ કિલોમીટર દૂર થઈ ગયો છે. આપને ગામમાં આવા પથ્થર મળી જશે જે એ જણાવતા હશે કે અહીં ક્યારેક બંદર હશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ ૨૦૧૬માં એક આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે અહીં અનેક સંભાવનાઓ છે, બનાસકાંઠા જિલ્લા અને આપણા ખેડૂતો મિઠાશની ક્રાંતિના નવા અધ્યાયની શરૂઆત કેમ ન કરી કરે? આપને જાણીને ખુશી થશે કે ખૂબ જ ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું પ્રમુખ કેર્ન્ન બની ગયું છે. આજે બનાસકાંઠાના ખેડૂતો મધથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ પહેલા ૨૮ ફેબ્રુઆરીએ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને લોકોને જળ સંરક્ષણ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન લોકોને કોરોના વાયરસ મહામારી સંકટની વચ્ચે તકેદારીના રાખવાની અપીલ કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની કોઈ બેદરકારી ન રાખવી. પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમની શરુઆત ૩ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ થઈ હતી. ત્યારથી સતત તેના પ્રસારણનો સિલસિલો ચાલુ છે. દર મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદી દેશના લોકોને રેડિયોના માધ્યમથી પોતાના મન કી બાત કરે છે. વડાપ્રધાનનો આ વિશેષ કાર્યક્રમ ૧૮ ક્ષેત્રીય ભાષાઓ અને ૩૩ બોલીઓમાં પ્રસારિત કરવામાં આવે છે.