દેશમાં ગુજરાત સહિત ૧૨ રાજ્યોની સ્થિતિ ગંભીર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona-5.jpg)
Files Photo
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શનિવારે એ ૧૨ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે જે હેઠળ આ રાજ્યોમાં કોરોના ટેસ્ટ (ર્ઝ્રિર્હટ્ઠ ્ીજં) ની સંખ્યા ઝડપથી વધારવા અને કોવિડ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ એડવાઈઝરી એ રાજ્યો માટે બહાર પાડવામાં આવી છે જ્યાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો જાેવા મળ્યો છે.
મંત્રાલયે કહ્યું કે એક સંક્રમિત વ્યક્તિ પ્રતિબંધો લાગુ ન હોય તો ૩૦ દિવસની અંદર સરેરાશ ૪૦૬ લોકોને સંક્રમિત કરી શકે છે. સરકારે કહ્યું કે મે ૨૦૨૦ બાદ કોવિડ ૧૯ (ર્ઝ્રદૃૈઙ્ઘ ૧૯) સંક્રમણ અને તેનાથી થનારા મૃત્યુના સાપ્તાહિક કેસોમાં સૌથી વધુ વધારો જાેવા મળ્યો છે.
સરકારે કહ્યું કે વધુમાં વધુ ધ્યાન એ ૪૬ જિલ્લા પર છે જ્યાંથી આ મહિને સંક્રમણના કુલ કેસના ૭૧ ટકા અને તેનાથી થનારા મોતના ૬૯ ટકા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રના કુલ ૩૬ જિલ્લામાંથી ૨૬ સૌથી વધુ પ્રભાવિત છે અને અહીંથી દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં આવેલા કેસમાંથી ૫૯.૮ ટકા કેસ મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં ૧૨ રાજ્યોના એડિશનલ મુખ્ય સચિવ, પ્રમુખ સચિવ અને સચિવ (સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ) અને કોરોના પ્રભાવિત સૌથી વધુ કેસ અને મૃત્યુ સંબંધિત ૪૬ જિલ્લાના નિગમ આયુક્તો અને જિલ્લાધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક થઈ.
આ ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, તામિલનાડુ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, પંજાબ અને બિહાર છે. કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રભાવિત જિલ્લાનું વિશ્લેષણ અને કેટલાક મહત્વના સાંખ્યકીય આંકડા રજુ કરાયા. જે મુજબ કોવિડ-૧૯થી થનારા મોતમાં લગભગ ૯૦ ટકા કેસ ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે છે. રિસર્ચના પરિણામોમાં જણાવાયું છે કે ૯૦ ટકા લોકોને આ બીમારી વિશે જાણકારી છે પરંતુ માસ્ક ખરેખર તો ૪૪ ટકા લોકો જ પહેરે છે. મંત્રાલયે કહ્યું કે એક સંક્રમિત વ્યક્તિ રોકટોક ન હોય તો ૩૦ દિવસમાં ૪૦૬ લોકોને સંક્રમિત કરી શકે છે.
એ પણ જાેવા મળ્યું છે કે બીજી લહેરની પરિકલ્પના હકીકતમાં કોવિડ ૧૯ અનુકૂળ આચરણ અને જમીન સ્તર પર વિષાણુની રોકધામ તથા મેનેજમેન્ટ રણનીતિને લઈને લોકોની બેદરકારીથી વધુ જાેવા મળી રહી છે. કેન્દ્રએ રાજ્યોને કહ્યું કે પ્રભાવી નિષેધ અને સંપર્કમાં આવેલા લોકોની તલાશ સહિત ૪૬ દિવસોમાં ઓછામાં ઓછા ૧૪ દિવસ સુધી કડક કાર્યવાહીની ભલામણ કરાય છે જેનાથી સંક્રમણની ચેન તૂટે.
કેન્દ્રએ કોવિડ ૧૯ની પ્રભાવી રોકથામ તથા મેનેજમેન્ટના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પાંચ સ્તરની રણનીતિ બનાવી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ ૧૯ તપાસની સંખ્યામાં વ્યાપક વધારો કરવાનું કહેવાયું છે. જેમાંથી ૭૦ ટકા તપાસ આરટીપીસીઆર (ઇ્-ઁઝ્રઇ) થી કરવાની કોશિશ કરવાનું કહેવાયું છે. રાજ્યોને પ્રભાવી આઈસોલેશન અને સંપર્કમાં આવેલા લોકોની ઓળખ માટે પ્રભાવી પગલાં લેવાનું કહેવાયું છે. મંત્રાલયે કહ્યું કે શરૂઆતના ૭૨ કલાકની અંદર પીડિતના સંપર્કમાં આવેલા સરેરાશ ૩૦ ટકા લોકોની ઓળખ બાદ તેમને આઈસોલેશનમાં મોકલવામાં આવે.