રસીનો બીજાે ડોઝ લીધા પછી પણ અનેક લોકોને કોરોના થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona-10-1024x639.jpg)
Files Photo
ઈન્દોર: મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમિતોનું એપિસેન્ટર બની બેઠેલા ઈન્દોરમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. એવા પણ અનેક લોકો છે જેમને કોરોના રસીનો બીજાે ડોઝ મળ્યા બાદ પણ સંક્રમણ લાગી ગયું. સ્વાસ્થ્ય વિભાગે નક્કી કર્યું છે કે આવા કોરોના સંક્રમિતોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે પુણે મોકલાશે. તેના દ્વારા માહિતી મેળવવામાં આવશે કે ક્યાંક આ લોકો કોરોનાના મ્યૂટેન્ટ વાયરસથી સંક્રમિત તો નથી ને.
સ્વાસ્થ્ય વિભાગના ઓફિસરોના જણાવ્યાં મુજબ કોવિડ રસીનો બીજાે ડોઝ લીધાના ૨થી ૨૪ દિવસ બાદ અનેક સ્વાસ્થ્યકર્મીઓ તથા પોલીસકર્મીઓના સંક્રમિત થવાના મામલા સામે આવ્યા છે. દેશના ૧૮ રાજ્યોમાં કેટલાક લોકો કોરોના વાયરસના મ્યૂટેન્ટ વેરિએન્ટથી સંક્રમિત થયેલા જાેવા મળ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના પણ કેટલાક સેમ્પલ્સ છે. જેના કારણે ઈન્દોર, ભોપાલ, સહિત પ્રમુખ શહેરોમાં એવા લોકો કે જે કોવિડ રસીનો બીજાે ડોઝ લીધા પછી પણ સંક્રમિત થયા છે તેમની ઓળખ કરીને તેમના સેમ્પલ્સ જીનો સિક્વેન્સિંગ કરવાનો ર્નિણય લેવાયો છે. ઈન્દોરના કોવિડ નોડલ અધિકારી ડો. અમિત માલાકરના જણાવ્યાં મુજબ વિભાગ દ્વારા આ અંગે નિર્દેશ અપાયા છે.
પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં આવા સંક્રમિતોના સેમ્પલ્સનું જીનોમ સિક્વેન્સિંગ કરાશે. ઈન્દોર શહેરમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ સ્વાસ્થ્ય વિભાગ હવે રસીકરણની ઝડપ વધારવામાં લાગ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં ૨ લાખ ૪૭ હજાર ૪૮૯ લોકોને રસી અપાઈ ચૂકી છે. જેમાંથી ૪૫ હજાર લોકોને તો બીજાે ડોઝ પણ મળી ગયો છે.
ઈન્દોરમાં હાલ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ૨૩૮ ટીમોના માધ્યમથી રસીકરણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા હવે રસીકરણને વધુ ઝડપી બનાવવા માટે શહેરના ૧૫ અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૫ રસીકરણ કેન્દ્ર વધારવામાં આવશે. ઈન્દોરમાં એક એપ્રિલથી ૪૫ વર્ષથી વધુના તમામ લોકોને રસી મળવાની છે.
જિલ્લામાં આવી ૧૦ લાખની વસ્તી છે. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૮,૦૨૦ જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૨૦,૩૯,૬૪૪ પર પહોંચી ગયો છે. જેમાંથી ૧,૧૩,૫૫,૯૯૩ લોકો રિકવર થયા છે. જ્યારે ૫,૨૧,૮૦૮ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી ૨૯૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.