મહારાષ્ટ્રમાં હવે લોકડાઉનને લઇ એનસીપી અને શિવસેના વચ્ચ મતભેદ

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લૉકડાઉનની ભલામણ કરી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. પરંતુ ઉદ્ધવના આદેશ પર સરકારની સહયોગી એનસીપી સહમત નથી. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા લૉકડાઉનના મામલામાં ઉદ્ધવ કરતા અલગ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, અમે લૉકડાઉન અફોર્ડ કરી શકીએ તેમ નથી.
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉન ફરજીયાત છે. જાે લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે.
મહત્વનું છે કે મુખ્યમંત્રી ઠાકરેએ રવિવારે એવી યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા, જેથી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછી પ્રભાવિત થાય. સીએમની સાથે બેઠક બાદ રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ ડો પ્રદીપ વ્યાસે કહ્યુ કે, આવનારા દિવસોમાં બેડની સંખ્યા, ઓક્સિજનની પૂર્વી અને વેન્ટિલેટર પર ભારે દબાવ હશે અને જાે કેસ વધતા રહેશે તો તેની કમીનો સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં મુખ્યમંત્રીના હવાલાથી કહેવામાં આવ્યુ કે, લૉકડાઉનની જાહેરાત થવા પર લોકોની વચ્ચે કોઈ પ્રકારની અસમંજસની સ્થિતિ ન હોવી જાેઈએ.
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. એક દિવસ પહેલા ૪૦ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં આજે ૩૧૬૪૩ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસ વધીને ૨૭,૪૫,૫૧૮ થઈ ગયા છે. અત્યાર સુધી ૨૩,૫૩,૩૦૭ લોકો સાજા થયા છે.
મુંબઈ, પુણે, નાગપુર સહિત ઘણા શહેરોમાં કોરોના બેકાબુ થઈ ચુક્યો છે. તેના કારણે ત્યાં અનેક પ્રતિબંધો લાગૂ છે. ઔરંગાબાદ અને નાગપુરમાં પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન લાગૂ રહેશે, જ્યારે ઔરંગાબાદમાં આજે ૩૦ માર્ચથી ૮ એપ્રિલ સુધી લૉકડાઉન લાગૂ કરાયું છેલૉકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની મંજૂરી છે. તો રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.