Western Times News

Gujarati News

અમદાવાદમાં કોંગો ફીવરઃ સુરેન્દ્રનગરના એક દર્દીનું મૃત્યુ

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ, રાજયભરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોગચાળાને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા પગલાં લેવા છતાં પણ લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે.

તા.૨૦.૦૮.૨૦૧૯ ના મંગળવારના રોજ સવારે આશરે ૫.૩૦ વાગ્યાના સુમારે પ્રૌઢ સ્ત્રી દર્દી ઉમર આશરે ૭૫ વર્ષ રહેવાસી સુરેન્દ્રનગર, એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. સદરહુ દર્દીની સધન સારવાર અને તમામ પ્રકારના જરૂરી લેબ ટેસ્ટ બાદ, ગઈકાલે રવિવારે રાત્રે ૧૧.૩૦ ના સુમારે અવસાન થયું હતું.

દર્દીના અવસાન બાદ તેઓના લોહીના નમૂના વાઇયોરોલોજી લેબોરેટરી પૂના ખાતે મોકલવામાં આવ્યા હતા. મોકલવામાં આવેલા રીપોર્ટ શુકવાર તા.૨૪.૦૮.૨ર૦૧૯ ના રોજ આવ્યા હતા જેમાં “ કોંગો ફીવર “ કન્ફર્મ થવાનું જાણવા મળ્યું હતું.

આથી તુરંત જ નેશનલ ગાઇડલાઈન મુજબ અત્રેથી સુરેન્દ્રનગર ડીસ્ટ્રીકટર, સ્ટેટ નોડલ ઓફિસરશ્રી- કૉગો ફીવર તથા મેડીકલ ઓફિસર ઓફ હેલ્ય- અમદાવાદને સદર બાબતની જાણ કરવામાં આવી હતી અને તાત્કાલીક અસરથી તેના પગલાં ભરવા માટે જરૂરી સૂચનો તંત્ર દ્વારા મોકલી દેવામાં આવ્યા હતા.

કોંગો ફીવર ટીક દ્વારા (પ્રાણીઓને ચોંટતી જીવાત) ફેલાય છે. જેમાં તાવ આવવો, માથું, શરીર દુખવું, ઝાડા ઉલટી થવા જેવા તેના લક્ષણો છે. આવા લક્ષણો દેખાય તો તુરંત જ હોસ્પિટલ કે સારવાર કેન્દ્રનો સંપર્ક સાધવો જોઈએ. આવા રોગોથી બચવા માટે બાળકો અને ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા લોકોએ ઢોર, કૂતરા અને બિલાડી જેવા પાળેલા પ્રાણીઓના સંપર્કથી દૂર રહેવું જોઈએ.

વધુમાં અત્રેની હોસ્પિટલ ખાતે સદરહુ દર્દીના કે તેના સંપર્કમાં આવેલ તમામ ડોકટર્સ , નર્સીંગ, લેબોરટરી, એક્સ રે તથા હાઉસકીપીંગ સ્ટાફનું કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવ્યુ છે  અને તમામની મેડીકલ તપાસ હાથ  ધરવામાં આવી રહી છે. જે પૈકી હાલમાં તાવ જેવા લક્ષણો ધરાવતા ડુલ ૩ સ્ટાફ મેમ્બરને અલગ આઈ.સી.યુ. માં ઓર્બ્સવેશન હેઠળ રાખવામાં આવ્યા  છે અને તમામની તબિયત હાલમાં સ્થીર છે.

તા.ર૫.૦૮.ર૦૧૯ ના રોજ અગાઉથી જ દાખલ દદી ઉમર વર્ષ આશરે ૨પ , શંકાસ્પદ કેસ તરીકે જણાવવામાં આવ્યુ હતું.  આથી તેઓની સઘન સારવાર શરૂ કરી તેઓના લોના નમુના પણ સોમવારે પૂના વાઇયોરોલોજી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.