મમતા બેનર્જી ગુંડી, ગદ્દાર છે, ફક્ત પગ બતાવીને વોટ માંગે છે : શુભેન્દુ
કોલકતા: પશ્ચિમ બંગાળના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હતો આ તબક્કામાં નંદીગ્રામમાં પણ મતદાન થવાનું છે. નંદીગ્રામમાં આજે એક બાજુ મમતા બેનર્જી છે તો બીજી તરફ અમિત શાહ રોડ શો કરી રહ્યા છે. મમતાનો મુકાબલો કરી રહેલા ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓ દીદી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તે પગ બતાવીને વોટ માંગી રહી છે.
નંદીગ્રામમાં અમિત શાહના રોડ શોમાં પહોંચેલા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે મમતા બેનર્જી ડરી ગયા છે. આખો દેશ જાણે છે કે તકવાદી રાજકારણના પાયોનિયર, આર્કિટેક્ટ છે મમતા બેનર્જી. રાજીવ ગાંધી તેમને પૉલિટિક્સમાં લાવ્યા અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીએ તેમને સંરક્ષણ આપ્યું. બધાને છેતર્યા, ગદ્દાર છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું કે મમતા બેનર્જી પોતે હારવાના છે. તેમણે બે રેલી કરી.
૫૦૦થી ૧૦૦૦ લોકો પણ ન આવ્યા. ગઇકાલે જે મીટિંગ હતી તેમાં પબ્લિકે તેમને રિજેક્ટ કરી દીધા. તેમણે કહ્યું કે મમતાની સાથે જે લોકો ફરે છે તે પાકિસ્તાનની જીત બાદ ફટાકડા ફોડે છે. વંદે માતરમ બોલવામાં તેમને મુશ્કેલી પડે છે. એટલે સામાન્ય માણસ પણ કહી રહ્યા છે કે ખાસકરીને એક સમુદાયને તે ડરાવી રહી છે.
શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘છેલ્લા ૧૦ વર્ષમાં મમતાએ બંગાળને સમાપ્ત કરી નાંખ્યુ. તે ફેલ છે. તેમની પાસે રિપોર્ટ કાર્ડ નથી. ખોટા હિંદુ મંત્ર બોલે છે પણ કલમા બરોબર વાંચે છે. અમે તેમની તુષ્ટિકરણના રાજકારણની વિરુદ્ધ છીએ.