સચિન વાજેએ એજ કર્યું જેનો ભય હતો : રાઉત
મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમને પહેલા જ પાર્ટીના કેટલાક નેતાઓને ચેતવણી આપી હતી કે સચિન વાજે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ વિસ્ફોટકવાળી કાર અને તેના માલિક મનસુખ હિરેનની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવેલ મુંબઇ પોલસના આસિસ્ટેંટ પોલીસ ઇસ્પેકટર સચિન વાજેના કારણે મહાવિકાસ અઘાડી સરકારની ટીકા થઇ રહી છે.
તો ગઠબંધનના સાથી પાર્ટીઓમાં અવિશ્વાસ વધી ગયો છે. રાઉતે એ પણ કહ્યું કે સચિન વાજેના પ્રકરણે શિવસેનાના નેતૃત્વવાળી મહાવિકાસ અધાડી સરકારને કેટલોક પાઠ શિખવ્યો છે. એટીલિયા બોંબ કેંસ અને મનસુખ હિરેન હત્યાકાંડમાં એનઆઇએએ વાજેની ધરપકડ કરી છે. વાજેને પોલીસ હિરાસતમાં ઘાટકોપર બોંબ વિસ્ફોટના આરોપી ખ્વાજા યુનુસની હિરાસતમાં મોત બાદ ૨૦૦૪માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં કયારેક શિવસેનામાં સામેલ થયેલ વાજેને ગત વર્ષ ફરી બહાલ કરવામાં આવ્યા હતાં.
રાઉતે એક ટીવી ચેનલને કહ્યું કે જયારે વાજે મહારાષ્ટ્ર પોલીસમાં બીજીવાર બહાલ કરવાની યોજના બની તો મેં કેટલાક નેતાઓને માહિતી આપી હતી કે તે આપણા માટે સમસ્યાઓ પેદા કરી શકે છે. તેમને વ્યવહાર અને કામ કરવાની પધ્ધતિ સરકાર માટે મુશ્કેલી ઉી કરી શકે છે. રાજયસભાના સાંસદે આગળ કહ્યું કે તેએ તે નેતાઓના નામ જાહેર કરી શકે નહીં રાઉતે કહ્યું કે તે દાયકા સુધી પત્રકાર રહ્યાં છે અને વાજેની બાબતમાં જાણે છે તેમણે એ પણ કહ્યું કે એક વ્યક્તિ ખરાબ હોતો નથી પરંતુ પરિસ્થિતિ તેને આમ બનાવી દે છે. રાઉતે કહ્યું કે વાજેની ગતિવિધિઓ અને આ સમગ્ર ઘટનાક્રમ વિવાદોએ મહાવિકાસ અધાડી સરકારને પાઠ શિખડાવ્યો છે આ રીતે એ સારૂ છે કે આમ થયું અને અમે કંઇક પાઠ શિખ્યો
ઉદ્વવ ઠાકરે તરફથી વાજેનો બચાવ કરવાને લઇ પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે ઠાકરેને વાજે અને તેમની ગતિવિધિઓને લઇ વધુ માહિતી ન હતી તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ સમર્થન કર્યું પરંતુ તેમની જે ગતિવિધિઓ સામે આવી છે અધિકારીના બચાવનું કોઇ કારણ નથી. એ યાદ રહે કે ગત દિવસોમાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન ખુદ ઉદ્વવ ઠાકરેએ તેમને વાજેને બહાલ કરવા કહ્યું હતું પરંતુ કાનુની નિષ્ણાંતોની સલાહ બાદ વાડેને બહાલ કરવામાં આવ્યા ન હતાં