જાે ભાજપ પૈસા આપે છે તો રાખો, પરંતુ મત તો બિલકુલ નહિઃમમતા
કોલકતા: પશ્ચિમ બંગાળમાં મતદાનનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે બીજા તબક્કાના મતદાન ૧ એપ્રિલે યોજાશે. આ અગાઉ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસમાં શબ્દોનું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામમાં રોડ શો કરીને ભાજપ પર જાેરદાર હુમલો કર્યો. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ બંગાળમાં બહારથી ગુંડાઓ લાવીને હિંસા કરી રહી છે. આ વખતે ભાજપને બંગાળની ક્લીન બોલ્ડ કરવું પડશે.
સીએમ મમતાએ કહ્યું કે, “હું આજે નંદીગ્રામમાં ઉભી છુ. કારણ કે મારે અહીં મારા ભાઈ-બહેનો અને માતાના આશીર્વાદ જાેઈએ છે.” જાે મ્ત્નઁ તમને મતદાન માટે પૈસા આપે છે તો રાખી લેજાે. કારણ કે એ તમારા જ પૈસા છે. પરંતુ ભાજપને મત ન આપો. “
મમતાએ કહ્યું, ‘ભાજપ પોતાનું લોહી વહેવે છે અને તૃણમૂલ કોંગ્રેસને દોષી ઠેરવે છે. બહારથી ગુંડા લાવી રહી છે. અને પોલીસ અત્યાચાર કરી રહી છે. મને ખબર છે, તેથી જ મેં ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.
મમતા બેનર્જી તેમના પૂર્વ સાથીદાર અને હવે ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીઓ સામે ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મેદનીપુર જિલ્લાની આ મહત્વની બેઠક છે. અહીં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં પહેલી એપ્રિલે મતદાન થશે. તૃણમૂલ પ્રમુખે જાહેરાત કરી છે કે ગુરુવારે મતદાન થાય ત્યાં સુધી તે નંદીગ્રામમાં રહેશે.
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથેના એક રોડ શોમાં, બેનર્જીએ રાયપાડા ખુદીરામ મોરથી ઠાકુર ચોક સુધી આઠ કિલોમીટરનો પ્રવાસ કર્યો. આ સમય દરમિયાન તે વ્હીલચેરમાં હતી અને હાથ જાેડીને લોકોને શુભેચ્છા પાઠવતી હતી. રોડ શોમાં સેંકડો સ્થાનિક લોકો અને પાર્ટીના કાર્યકરોએ ભાગ લીધો હતો અને ‘મમતા બેનર્જી જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.