અમદાવાદ જિલ્લામાં એક લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોને રસી અપાઈ
જ્યારે ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લગભગ ૭૯ ટકા લોકોને રસી આપવાનું કામ પૂર્ણ થયું છે- નક્કી કરાયેલા લક્ષ્યાંક કરતાં વધુ (૨૩૧ ટકાએ) લોકોએ રસી લીધી
અમદાવાદ જિલ્લામાં ૬૦ થી વધુ વય ધરાવતા ૧,૦૪,૧૪૪ વરિષ્ઠ નાગરિકોને કોવીડ સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી છે. જ્યારે ૪૫ થી ૫૯ વર્ષની વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૧૬,૨૦૮ વ્યક્તિઓને કોવીડ વિરોધી રસી આપવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શૈલેષકુમાર પરમારના મતે, ૪૫ થી ૫૯ વર્ષની વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા વ્યકિતઓમાં રસીકરણ અંગે ભારે જાગૃતિ જોવા મળી રહી છે. અને નક્કી કરાયેલા લક્ષ્યાંક કરતાં વધુ (૨૩૧ ટકાએ) લોકોએ રસી લીધી છે. જ્યારે ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લગભગ ૭૯ ટકા લોકોને રસી આપવાનું કામ પૂર્ણ થયું છે.
ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં અમદાવાદ જિલ્લામાં ૧,૨૦,૩૫૨ લોકોને રસી આપવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.