Western Times News

Gujarati News

પ્રિ.મોન્સુન પ્લાન અંતર્ગત 37000 મેનહોલ અને 51000 કેચપીટો સાફ કરાઇ

પ્રતિકાત્મક

મ્યુનિ. ઈજનેર વિભાગે  નવા ચાર હજાર મેનહોલ અને ૩૯૦૦ કેચપીટ બનાવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી બની ગઈ છે. યુપીએ સરકારના જેએનએનયુઆરએમ પ્રોજેકટ અંતર્ગત સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી છે પરંતુ તેની ડીઝાઈન મુજબ એક કલાકમાં માત્ર એક ઈંચ વરસાદ પાણીનો નિકાલ થાય છે. તેથી જયારે એકાદ કલાકમાં બે થી ત્રણ ઈંચ વરસાદ પડે છે ત્યારે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ જાેવા મળે છે.

આગામી ચોમાસામાં પણ વરસાદી પાણી ભરાવાની શકયતા નકારી શકાય તેમ નથી તેથી મનપાના નવનિયુક્ત હોદ્દેદારોએ તેમની પ્રથમ મીટીંગમાં જ પ્રિ-મોન્સુન પ્લાનની તૈયારીઓ અંગે જાણકારી લીધી હતી. મ્યુનિ. ઈજનેર વિભાગે પણ હંમેશાની માફક ૮૮ હજાર કેચપીટો અને મશીન હોલ સફાઈના દાવા કર્યા હોવાની વિગતો બહાર આવી છે.

સ્માર્ટ સીટી અમદાવાદ વરસાદી પાણીથી જળબંબાકાર ન થાય તે માટે ૯૩૦ કિલોમીટર લંબાઈની સ્ટ્રોમ વોટર નાખવામાં આવી છે જેમાં અસંખ્ય ગેરકાયદે ડ્રેનેજ જાેડાણ થઈ ગયા છે તેથી ચોમાસામાં તેની ઉપર ૧૦૦ ટકા ભરોસો રાખી શકાય તેમ નથી. મ્યુનિ. ઈજનેર વિભાગ માટે પ્રિ- મોન્સુન એકશન પ્લાન એટલે કેચપીટ અને મેનહોલની સફાઈ કરવી !

વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આગામી ચોમાસામાં પણ યથાવત રહેશે તેમ માનવામાં આવે છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની ગત્‌ ગુરુવારે મળેલી બેઠકમાં પ્રિ-મોન્સુન પ્લાન અંગે જે પ્રઝેન્ટેશન આપવામાં આવ્યુ હતુ તેમાં મેન હોલ અને કેચપીટ નવા બનાવવા અને તેની સફાઈ પર ભાર મુકવામાં આવ્યો હતો. કમીટી સભ્યના જણાવ્યા મુજબ ઈજનેર વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં નવા ૪૦૦ર મશીન હોલ બનાવવામાં આવ્યા છે જયારે નવી ૩૯૦૧ કેચપીટો તૈયાર કરવામાં આવી છે. આમ શહેરમાં મેનહોલની સંખ્યા ૧૭પપપ૩ અને કેચપીટોની સંખ્યા પ૧૦૬પ થઈ છે જે પૈકી તંત્ર દ્વારા ૩૦૬રપ મશીન હોલ અને ર૮૭૧૮ કેચપીટો સાફ કરી હોવાના દાવા કરવામાં આવ્યા છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ પૂર્વઝોનમાં ર૭૮૮ર, પશ્ચિમ ઝોનમાં ૧પ૮૭, ઉ.પ.ઝોનમાં ૧૩૦૯, ઉત્તરઝોનમાં ૩૩૪૭, દક્ષિણ ઝોનમાં ર૩૮૦ અને મધ્યઝોનમાં ૧૧ર૦ મેન હોલની સફાઈ થઈ છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં હજી મર્હુત થયુ નથી. જયારે સફાઈ કરવામાં આવેલી પ૧૦૬પ કેચપીટી પૈકી પૂર્વઝોનમાં ૬૧૪૯, પશ્ચિમ ઝોનમાં ૧રપર૮, ઉ.પ.ઝોનમાં ૮૭૭૪, દ.પ.ઝોનમાં ૩૩૬૯, ઉત્તરઝોનમાં ૬૯૬૪, દક્ષિણ ઝોનમાં ૭૪૪૯ તથા મધ્યઝોનમાં પ૮૩ર કેચપીટો સાફ કરવામાં આવી છે.

મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા પ્રિ. મોન્સુન પ્લાન અંતર્ગત સ્ટ્રોમ વોટર લાઈનો અને આર.સી.સી. ડકટ લાઈનોના ડીસીલ્ટીંગ અને રીનોવેશન કરવામાં આવે છે ખારીકટ કેનાલની સમાંતરે વરસાદી પાણીના નિકાલ માટેના પમ્પીંગ સ્ટેશનો તથા સમ્પોમાં મશીનરીની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવે છે. તદ્‌પરાંત તમામ અંડરપાસના સમ્પ અને કેચ ડ્રેઈન સફાઈ અને પમ્પીંગની ક્ષમતા તપાસવામાં આવે છે. તમામ અંડરપાસની સી.સી.સી.ટી કંટ્રોલરૂમ સાથેની કનેકટીવીટી તથા બેરીકેડીંગની પણ ચકાસણી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.