Western Times News

Gujarati News

મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને ફુડ એલાઉન્સ પેટે રૂા.૧ર.૬૦ કરોડ આપવામાં આવ્યા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા શિક્ષકો અને વહીવટી સ્ટાફે કોરોના કાળમાં પ્રશંસનીય કામગીરી બજાવી હતી નાગરીકોમાં કોરોના જનજાગૃતી લાવવા તેમજ ગરીબ કુટુંબોમાં અનાજ આપવા સુધીની કામગીરી સ્કુલ બોર્ડ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

સાથે સાથે મ્યુનિ. શાળામાં અભ્યાસ કરતા બાળકો ભોજનથી વંચિત ન રહે તે માટે ફુડ સીકયોરીટી એલાઉન્સ અને અનાજની કુપનોના વિતરણ પણ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. સ્કુલબોર્ડના શાસનાધિકારી લબ્ધીરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓને નિયમિત મધ્યાહન ભોજન આપવામાં આવે છે.

કોરોનાને કારણે શાળાઓ બંધ રહી હોવાથી બાળકોને મધ્યાહ્‌ન ભોજન આપી શકયા ન હતા તેથી વિદ્યાર્થીઓના ખાતામાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ફુડ સીકયોરીટીની એલાઉન્સની રકમ જમા કરવામાં આવી હતી જેમાં ધો.૧ થી ૭ ના બાળકોને એક દિવસના રૂા.૪.૯૭ લેખે જયારે ધો.૬ થી ૮ ના બાળકોને એક દિવસના રૂા.૭.૪પ મુજબ સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.

તદ્‌પરાંત સ્કુલ બોર્ડના શિક્ષકોએ બાળકોના ઘરે જઈને અનાજની કુપનોના વિતરણ પણ કર્યા હતા. જેમાં ધો.૧ થી પ ના બાળકોને પ્રતિદિન પ૦ ગ્રામ ઘઉં તથા પ૦ ગ્રામ ચોખા અને ધોરણ ૬ થી ૮ ના બાળકોને ૭પ ગ્રામ ઘઉં અને ૭પ ગ્રામ ચોખા આપવામાં આવ્યા હતા.

મ્યુનિ. સ્કુલબોર્ડમાં અભ્યાસ કરતા બાળકોને ૧૬ માર્ચ ર૦ર૦ થી ર૮ ઓકટોબર ર૦ર૦ સુધી ૧૯૭ દિવસ માટે આઠ તબક્કામાં ફુડ સિક્યોરીટી એલાઉન્સ અને અનાજ કુપન આપવામાં આવ્યા હતા. જેમાં ધો.૧ થી પ ના કુલ ૭૧૯૦૩ વિદ્યાર્થીઓને રૂા.૬.૭૦ કરોડ અને ધો.૬ થી ૮ ના ૪ર૮ર૧ વિદ્યાર્થીઓને રૂા.પ.૯૦ કરોડ રકમ ચુકવવામાં આવી હતી તથા ધો.૧ થી પ ના વિદ્યાર્થીઓને ૧૩.૬૬ લાખ કિલો તથા ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓને ૧ર લાખ કિલો અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.