નાંદેડમાં શિખોનો પોલીસ પર હુમલો, ૪૦૦ સામે કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/nanded-scaled.jpg)
મુંબઈ, મહારાષ્ટ્રના નાંદેડમાં હોળી નિમિત્તે પરવાનગી નહીં હોવા છતા ધાર્મિક સરઘસ કાઢવા માટે શિખોના એક ટોળાએ પોલીસ કાફલા પર કરેલા હુમલા બાદ ૪૦૦ લોકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે.પોલીસે અત્યાર સુધીમાં ૨૦ લોકોની ધરપકડ કરી છે. ટોળાના હુમલામાં ચાર પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. #Nanded: Sikhs attack cops with swords outside Gurudwara- 17 detained.
દરમિયાન સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો વાયરલ થયો છે.જેમાં નાંદેડના ગુરુદ્વારામાંથી નીકળી રહેલા શિખોના ટોળાને તલવારો સાથે જાેઈ શકાય છે.આ ટોળુ પોલીસની બેરિકેડ તોડીને પોલીસ કર્મીઓ પર હુમલો કરતુ નજરે પડે છે. એક પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે, વગર પરવાનગીએ ટોળુ સરઘસ કાઢવા માંગતુ હતુ.
હાલમાં કોરોનાના કારણે આ પ્રકારના કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ છે.ટોળાને રોકવામાં આવ્યુ ત્યારે તેણે પોલીસ પર તલવાર અને ડંડાઓ વડે હુમલો કર્યો હતો અને પથ્થરો વરસાવ્યા હતા.