Western Times News

Gujarati News

DLSમાં ભૂલ થતાં ચાલુ મેચમાં ટાર્ગેટ બદલવો પડ્યો

બાંગ્લાદેશ- કિવિ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચની ઘટના-ન્યૂઝીલેન્ડ સામેની ટી-૨૦માં બાંગ્લાદેશે તેની ઈનિંગ્સના નવ બોલ પૂરા કર્યા બાદ નવો ટોર્ગેટ અપાતાં વિવાદ થયો

નેપિયર,  શું ક્યારેય એવું બન્યુ છે વિરોધી ટીમે બેટિંગ કરી લીધી હોય અને તમારી ટીમ બેટિંગ કરવા આવે અને તમને ખબર જ હોય કે અસલમાં ટાર્ગેટ શું છે. પછી તમને એક લક્ષ્ય બતાવવામાં આવે છે અને ૯ બોલ બાદ ટાર્ગેટને એવું કહીને વધારવામાં આવે કે ડીએલએસમાં ભૂલ થઇ ગઇ.

જી હા, આ કોઇ ગલી-મોહોલ્લાની ક્રિકેટ અથવા ક્લબ ક્રિકેટની વાત નથી. આવું એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થયું છે. મંગળવારે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ ઇન્ટરનેશનલ ટી-૨૦ મેચમાં આવું થયું છે. બાંગ્લાદેશની ટીમે સિરીઝની બીજી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો.

ન્યૂઝીલેન્ડનો સ્કોર ૧૭.૫ ઓવરમાં ૫ વિકેટના નુક્સાને ૧૭૩ રન હતા ત્યારે જ વરસાદ શરૂ થઇ ગયો. વરસાદના કારણે પ્રથમ ઇનિંગની રમત આગળ વધી શકી નહીં અને ઇનિંગ સમાપ્ત થઇ ગઇ. સામાન્ય રીતે આવા મામલામાં ડીએલએસ નિયમ ઉપયોગમાં લેવાતો હોય છે. આ નિયમની ગુંચવણને લઇ સવાલો અને ચર્ચા થતી રહે છે. પરંતુ ક્રિકેટમાં ઓવરોનો કાપ થતા ડીએલએસની ગણના જ ઉપયોગમાં લેવાય છે.

જ્યારે બાંગ્લાદેશની ઇનિંગ શરૂ થઇ તો વાતને લઇ સંશય હતો કે આખતે તેમનો ટાર્ગેટ શું છે. જાેકે ત્રણ-ચાર બોલ બાદ જણાવવામાં આવ્યું કે, તેમની સામે ૧૪૮ રનનો ટાર્ગેટ છે. પરંતુ આ કહાનીમાં માત્ર એક ટ્‌વીસ્ટ હતો આખું પિક્ચર તો હજૂ બાકી હતું.

મૈમિશ બૈનેટ ઇનિંગની બીજી અને પોતાની પ્રથમ ઓવર નાંખી રહ્યો હતો. આ ઓવરમાં માત્ર ત્રણ બોલ જ નંખાયા હતા અને એક નવો ટાર્ગેટ સામે આવી ગયો. મેચ રેફરી જૈફ ક્રોને નવા ટાર્ગેટ સાઇન કરવો પડ્યો. બાંગ્લાદેશને ૧૬ ઓવરમાં ૧૭૧ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો.

ક્રો અને તેમની ટીમ શીટ અને મોનીટર જાેવા લાગ્યા હતા. તેમને કંઇ સમજમાં આવી રહ્યું ન હતું કે, આખરે થઇ શું રહ્યું છે. બાંગ્લાદેશના ખેલાડીઓ પણ ડ્રેસિંગ રૂમમાં જમા હતા. બાંગ્લાદેશના મેનેજર મેચ રેફરીના રૂમમાં પહોંચી ગયા હતા. નવો ટાર્ગેટ ટીમોને આપી દેવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.