નવસારી જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના, બે લોકોના મોત થયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
નવસારી, નવસારી જિલ્લામાં ધુળેટીના દિવસે ચીખલી વિસ્તારમાં મુંબઈ થી સુરત જતા રોડ ઉપર પનિહારી ખાડીના ઓવરબ્રિજ પાસે કન્ટેનર ચાલકે ગફલત અને પુરપાટ ઝડપે વાહન હંકારતા રોડ ક્રોસ કરતી વેળા એક ૪૦ વર્ષીય ઇસમનું સારવાર દરમિયાન મોત થયું હતું,અકસ્માત કરીને વાહન ચાલક ભાગી ગયો હતો જે મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનનો કેસ દાખલ કરી કન્ટેનર ચાલકની શોધખોળ મામલે ચક્રો ગતિમાન કર્યા છે.
બીજી તરફ ગણદેવી પોલીસ હદ મથકમાં વિસ્તારમાં દેસાડ પાસેથી કાર ચાલકએ બેદરકારીપૂર્વક વાહન હાંકતા મોપેડ ચાલકને અડફેટે લેતા ૧૯ વર્ષીય યુવાન અંકિત પટેલ અકસ્માતમાં મોત થયું જે મામલે મૃતક યુવાનના પિતાએ ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ આપતા હિટ એન્ડ રનનો કેસ નોંધાયો હતો જે મામલે પોલીસ હાલ આરોપીની શોધખોળ કરી રહી છે.