મારુતિ સુઝુકીએ ભારતભરમાંથી 40000 વેગનઆર પાછી ખેંચી
26-08-2019, દેશના સૌથી મોટા કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India) એ શુક્રવારે કહ્યું હતું કે તે ઇંધણની નળીની ખામીઓને સુધારવા માટે એક લિટર એન્જિન સાથે વેગનઆરના 40,618 એકમોને પાછા ખેંચવામાં આવી રહ્યા છે. MSIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપની નવેમ્બર 15, 2018 અને 12 ઓગસ્ટ, 2019 ની વચ્ચે ઉત્પાદિત કેટલીક વેગનઆર (WagonR 1 લિટર) ગાડીઓ પાછી ખેંચવાની ઝુંબેશ હાથ ધરી છે.
ક્લેમ્પથી ફ્યુઅલ હોસના સુધીના જોડાણના ચેકીંગ માટે વેગન આરના કેટલાંક મોડેલના 40,618 એકમોની નિરીક્ષણ કરશે, તેમ કંપનીએ જણાવ્યુ હતું. સંભવિત સલામતી ખામી હોઈ શકે તેવા દોષોને સુધારવા માટે વૈશ્વિક સ્તરે રિકોલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.