2.5 કરોડ કન્સ્ટ્રક્શન કામદારોનું નિઃશુલ્ક કોવિડ-19 રસીકરણ કરાશેઃ ક્રેડાઈ
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવા ક્રેડાઈ સ્ટાર્ટ-અપ એન્જલ નેટવર્ક એન્ડ ઇન્ક્યુબેશન એન્ડ એક્સલરેશન સેન્ટર શરૂ કરશે
ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર્સની સર્વોચ્ચ સંસ્થા કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઇન્ડિયા (ક્રેડાઈ) સમગ્ર ભારતમાં 21 રા3જ્યો અને 217 શહેરોમાં 13,000થી વધારે ડેવલપર્સને સભ્ય તરીકે ધરાવે છે. ક્રેડાઈએ આજે વર્ષ 2021થી 2023 માટેના ગાળા માટે નવા નેશનલ પ્રેસિડન્ટ તરીકે કોલકાતાના યુનિમાર્ક ગ્રૂપના શ્રી હર્ષવર્ધન પટોડિયાની નિમણૂકની જાહેરાત કરી હતી.
શ્રી સતિશ મગરની મુદ્દત 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થઈ રહી છે. ઇન્સ્ટોલેશન સમારંભમાં નવા પદાધિકારીઓ અને વિવિધ સમિતિઓના ચેરમેનની પણ જાહેરાત થઈ હતીઃ
નાણાકીય વર્ષ 2021-23 માટે નવી ટીમમાં સામેલ છે:
· શ્રી સતિશ મગર, ચેરમેન, ક્રેડાઈ નેશનલ
· શ્રી હર્ષવર્ધન પટોડિયા, પ્રેસિડન્ટ, ક્રેડાઈ નેશનલ
· શ્રી બોમન ઇરાની, પ્રેસિડન્ટ ઇલેક્ટ, ક્રેડાઈ નેશનલ
· શ્રી પંકજ ગોયલ, સેક્રેટરી, ક્રેડાઈ નેશનલ
· શ્રી દીપક ગોરડિયા, ટ્રેઝર, ક્રેડાઈ નેશનલ
શ્રી પટોડિયાએ પ્રથમ સંબોધનમાં સમગ્ર ભારતમાં મેમ્બર ડેવલપર્સની તમામ સાઇટ પર 2.5 કરોડ કન્સ્ટ્રક્શન વર્કર્સ માટે ફ્રી કોવિડ-19 રસીકરણ અભિયાનની જાહેરાત કરી હતી. આ રસીકરણ અભિયાન દ્વારા ક્રેડાઈનો ઉદ્દેશ વહેલામાં વહેલી તકે જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક રસીકરણના સરકારના અભિયાનને વેગ આપવાનો તથા કોરોનાવાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવામાં મદદ કરવાનો છે. રસી સરકારની તમામ જરૂરી આચારસંહિતા સાથે કડકપણે પ્રદાન કરવામાં આવશે.
તેમણે રિટેલ એસ્ટેટમાં ટેક સ્ટાર્ટ-અપ્સને મદદ કરવા અને સપોર્ટ કરવાના ઉદ્દેશ સાથે એક એન્ટરપ્રાઇઝ પહેલ ‘ક્રેડાઈ સ્ટાર્ટ-અપ એન્જલ નેટવર્ક એન્ડ ઇન્ક્યુબેશન એન્ડ એક્સલરેશન સેન્ટર’ પણ લોંચ કર્યું હતું, જે બિઝનેસ ડેવલપમેન્ટ માટે ટેક સ્ટાર્ટઅપ્સને વ્યવહારિક મદદ કરશે અને એના મેમ્બર્સ નેટવર્કની સુલભતા પ્રદાન કરશે.
ક્રેડાઈની ભવિષ્યની વૃદ્ધિ અને પ્રગતિને વેગ અને વિકાસને આગળ વધારવાના પ્રયાસમાં શ્રી પટોડિયા ક્રેડાઈનું પોતાનું રિસર્ચ એન્ડ એનાલીટિક્સ સેન્ટર સ્થાપિત કરશે. સરકારના ડિજિટાઇઝેશનની પહેલ માટેના પ્રયાસોમાં આઇટી માળખાગત સુવિધાનો વિકાસ પ્રદાન કરે છે. કોરોનાવાયરસ રોગચાળાએ ઇન્ટરનેટની જરૂરિયાતને વેગ આપ્યો છે, જેના પગલે ડેટાના વપરાશમાં વધારો થયો છે.
એટલે કોઈ પણ વ્યવસાય માટે ડેટાનો પ્રસાર અને એના પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ બની ગયું છે. ક્રેડાઈ રિસર્ચ એન્ડ એનાલીટિક્સ સેન્ટર ભવિષ્યની વૃદ્ધિની વ્યૂહરચના માટે રિયલ ટાઇમ અને અધિકૃત ડેટા ઉપલબ્ધ કરાવશે.
ક્રેડાઈ નેશનલના પ્રેસિડન્ટ શ્રી હર્ષવર્ધન પટોડિયાએ કહ્યું હતું કે,“સંપૂર્ણ ક્રેડાઈ પરિવારે મારી શ્રમતામાં વિશ્વાસ દાખવ્યો એ બદલ હું તેમનો આભાર છું અને શ્રી મગરની પ્રેસિડન્ટશિપ હેઠળ સારું કામ કરવા આતુર છું. અત્યારે ક્ષેત્ર જે પડકારોનો સામનો કરે છે એને ઝીલવા હું અને મારી સક્ષમ ટીમ પ્રયાસોને વેગ આપીશું, જેથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર ફરી બેઠું થાય અને વ્યવસાયિક વાતાવરણને પ્રોત્સાહન મળશે. અમે કૌશલ્ય વિકાસ, ગ્રીન બિલ્ડિંગ્સ અને કામદારોના કલ્યાણ માટે અમારી કટિબદ્ધતાને વધારીશું.”
શ્રી પટોડિયા અને તેમની ટીમનો ઉદ્દેશ ટેકનોલોજીના સ્વીકાર સાથે ભારતીય રિટેલ એસ્ટેટને મજબૂત બનાવવાનો તથા ક્ષેત્રને કામગીરી-કેન્દ્રિત અને ગ્રાહક-કેન્દ્રિત મૂલ્યો માટે સક્ષમ બનાવવાનો છે. વળી અમે ટિઅર 2,3 અને 4 શહેરોમાં રિયલ્ટી ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે માટે મજબૂત કૌશલ્ય ઇકોસિસ્ટમ પર ભાર મૂકીશું.
તેમના પ્રયાસો રોગચાળા પછીની દુનિયામાં રસપ્રદ મકાન અને પર્યાવરણને અનુરૂપ બિલ્ડિંગ્સના નિર્માણ પર પણ કેન્દ્રિત હશે.
પોતાના અનુગામીને જવાબદારી સુપરત કરતા વિદાય લઈ રહેલા પ્રેસિડન્ટ શ્રી સતિશ મગરે કહ્યું હતું કે, “હું શ્રી પટોડિયાને અભિનંદન આપું છું અને તેમને ક્રેડાઈ નેશનલના પ્રેસિડન્ટ તરીકે નવી ભૂમિકા માટે શુભેચ્છા આપું છું. ઉદ્યોગ પડકારજનક સમયનો સામનો કરી રહ્યો છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોગચાળા અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે. જોકે અમારા પ્રયાસો ક્ષેત્રને બેઠું કરવાના હતા અને સરકારનું ધ્યાન એ તરફ દોરવાનું હતું. અમારું માનવું છે કે, ક્રેડાઈ હવે શ્રી હર્ષવર્ધનના બહોળા અનુભવ અને ક્ષેત્ર પ્રત્યે સંપૂર્ણ અભિગમ સાથે તથા સક્ષમ નેતૃત્વ હેઠળ નવી ઊંચાઈ સર કરશે.”