ભાવનગર ખાતે શ્રીસ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં વિરાટ સત્સંગ મહાસંમેલન યોજાયું
વડતાલધામ ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ભાવનગર ખાતે શ્રીસ્વામિનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં વિરાટ સત્સંગ મહાસંમેલન યોજાયું
સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે આગામી તા.૬ થી ૧૨ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન ભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવઉજવાશે. તેના ઉપક્રમે ભાવનગરના સરદારનગરમાં આવેલ શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વડતાલ મંદિરના આયોજન તળે વિરાટ સત્સંગ મહા સંમેલન તા.૨૫/૮/૨૦૧૯, રવિવારના રોજ યોજાયું હતું. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તજનોને રૂડાં આશીર્વાદ પાઠવ્યા હતા.
સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને કુંડળધામના પ.પૂ.સદ્ગુરુ શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ સત્સંગનો લાભ આપ્યો હતો. સૌ ભક્તોને વડતાલધામમાં શ્રીવચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા અનુરોધ કરતાં પૂ.સ્વામીજીએ જણાવ્યું હતું કે, “વચનામૃત ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના શાશ્વત અક્ષરધામની તથા સ્વસ્વરૂપની અદ્ભૂત વાતો કરી છે. જેથી દરેક સત્સંગીઓએ દરરોજ એક વચનામૃત વાંચવું કે સાંભળવું જ જોઈએ. ભગવાને આપણને જે અમૂલ્ય સમય અને શક્તિ આપ્યા છે તેનો સદ્ઉપયોગ કરી જીંદગીને સફળ બનાવી લેવી. જે ભગવાનની આજ્ઞા લોપે તે ગમે તેવો મોટો કહેવાતો હોય તોપણ તેને દુ:ખ આવે જ.”વગેરેવાતોકરીભક્તોનેઉત્સાહપ્રેર્યોહતો.
સ્વામિનારાયણ ભગવાન પ્રબોધિત વચનામૃત ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા વડતાલધામમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. જેમાં સત્સંગ-સંસ્કાર અને સમાજ ઉદ્ધારકના વિવિધ કાર્યક્રમોની હારમાળા રચાજે. લાખો ભાવિક ભક્તો લાભ લેશે. તેના માટેની તૈયારીઓ વડતાલ મંદિર દ્વારા થઈ રહી છે. મહોત્સવપૂર્વે ઉત્સાહવર્ધક મ્યુઝીકલ આમંત્રણ પત્રિકાની સીરીઝ શરૂ કરાઈ છે તે અંતર્ગત ભાવનગર ખાતે પત્રિકા નં.૭ નું વિમોચન આચાર્ય મહારાજશ્રીતથા વરિષ્ઠસંતો અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં ભાવનગરના વિવિધ સ્વામિનારાયણ મંદિરો તથા ગુરુકુલોમાંથી તેમજ સમગ્ર ગઢપુર પ્રદેશમાંથી વિશાળ સંખ્યામાં સંતો પધાર્યા હતા અને ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા તથા ભાવનગર આજુબાજુના પ્રદેશોમાંથી વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. તેમજ ટી.વી.ચેનલો તથા ઇન્ટરનેટના માધ્યમે દેશ-વિદેશમાં વસતા હજારો ભક્તોએ આ વિરાટ સત્સંગ મહાસંમેલનનો લાભ લીધો હતો.આ સંમેલનમાં ગુરૂકુલના સંચાલક પૂ.કેશવપ્રકાશસ્વામી (કે.પી સ્વામી) એ યજમાનપદે રહી સુંદર વ્યવસ્થા કરી હતી.
વડતાલધામમાં યોજાનાર આ મહોત્સવપૂર્વે દર રવિવારે વિવિધ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં ભવ્ય સત્સંગ સંમેલનોનું આયોજન વડતાલ મંદિર દ્વારા કરવામાં આવે છે. તેના ભાગરૂપે હવે પછીના રવિવારે તા.૧/૯/૨૦૧૯ ના રોજ મુંબઈ ખાતે સંમેલન યોજાશે. જેમાં મ્યુઝીકલ આમંત્રણ પત્રિકા નં. ૮ નું વિમોચન ભવ્યતાથી કરવામાં આવશે.
લિ. સાધુ અલૌકિકદાસ, શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ
Email :[email protected] મોબાઇલ નં. ૯૬૦૧૨ ૯૦૦૧૫