સેંકડો હોમ ક્વોરન્ટાઈન લોકો નિયમોનું પાલન કરતા જ નથી
(એજન્સી) અમદાવાદ, શહેરમાં હજારો લોકો અત્યારે કોરોના પોઝીટીવ હોવાથી હોમ ક્વોરન્ટાઈન છે. જાેકે સેંકડો લોકો ક્વોરન્ટાઈનનો ભંગ કરી બહાર નીકળતા હોવાની ફરીયાદો છે. સજીવની વાન રોજ હોમ ક્વોરન્ટાઈન લોકોના આરોગ્યની ચકાસણી કરે છે તેમાં પકડાય તો હોસ્પીટલ મોકલી દેવાય છે.
કોરોનાનો હળવો ચેપ લાગ્યા પછી ક્વોરન્ટાઈન સમયનંુ ચુસ્તપણે પાલન કરવાનું રહે છે. પણ કેટલાંક લોકો હોમ ક્વોરન્ટાઈન સમયનો ભંગ કરે છે. મ્યુનિસિપલ પાસે હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરતા કોરોના પોઝીટીવ દર્દીઓને પકડવા માટે કોઈ વિશેષ વ્યવસ્થા નથી.
પરંતુ દરરોજ હોમક્વોરન્ટાઈન રહેલા લોકોની તપાસ કરવા માટે તેમના ઘરે સંજીવની વાન મોકલવામાં આવે છે. જાે તે સમયે દર્દી ઘરે ન હોય તો તે બાબતે આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવે છે અને આવા દર્દીને પકડીને તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે. લોકો આ બાબતે ફરીયાદ કરે તો શું પગલા લેવા તેની ગાઈડલાઈન નથી.