રાજસ્થાનમાં સીમિ સ્લિપર સેલના ૧રને આજીવન કારાવાસ
(અજન્સી) જયપુર, જયપુરની ડીસ્ટ્રીક્ટ કોર્ટે મંગળવારે સીમિના સ્લિપર સેલના ૧૩ સભ્યોમાંથી ૧રને આતંકવાદી જાહેર કર્યા હતા.અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. કોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કરીને તેને છોડી મુક્યો હતો.
આ તમામ ૧૩ આરોપીઓ એન્જીનિયરીંગ કોલેેજના વિદ્યાર્થીઓ હતા. અને તેમના પર આતંકવાદી સંગઠન ઈન્ડીયન મુઝાહિદ્દીન માટે કામ કરવાનો આરોપ હતો. 12 sleeper cell terrorists caught in Rajasthan got life imprisonment
ર૦૧૪માં તેમની એટીએસ તથા એસઓજીએ ધરપકડ કરી હતી. જે વિદ્યાર્થીઓને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા તેમાંથી છ સિકરના હતા
જયારે ત્રણ યવાનો જાેધપુરના, એક-એક જયપુર અને પાલીના અને એક બિહારના ગયાનો હતો. જે વિદ્યાર્થીને નિર્દોષ જાહેર કરીને છોડી દેવામાં આવ્યવો છે તે જાેધપુરનો રહેવાસી છે. કોર્ટે તેનેે ખોટા દસ્તાવેજાેનો ઉપયોગ કરીને સિમની ખરીદી કરવા, જેહાદના નામે ભંડોળ એકત્ર કરવા જેવા મુદ્દેે દોષિત જાહેર કર્યો હતો.