Western Times News

Gujarati News

કોરોનાના કારણે GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર

અમદાવાદ, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જીપીએસસીએ મોટો ર્નિણય લીધો છે. કેટલીક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. વર્ગ૧, વર્ગ ૨ અને વર્ગ ૩ની કેટલીક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ ૨ની પરીક્ષા હવે ૪ એપ્રિલની જગ્યાએ ૧૮ એપ્રિલે યોજાશે. તેવી જ રીતે નાયબ મામલતદાર અથવા સેક્શન અધિકારીની પરીક્ષા ૧૮ એપ્રિલની જગ્યાએ તારીખ ૯ મેના રોજ યોજાશે.

આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝરની પરીક્ષા ૨૩ મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ ૬ જુનના રોજ લેવાશે. આસિસ્ટંટ સહાયક વર્ગ-૩, જીએમડીસીની પરીક્ષા ૯ મેથી પાછળ કરીને ૧૬ મે કરવામાં આવી છે. તેવી જ રીતે વહિવટી અધિકારી વર્ગ-૨ ઉદ્યોગ અને ખાણ વિભાગની પરિક્ષા સહિત કુલ મળી ૧૦ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે.

રાજ્ય સરકારે કેન્દ્રની કોરોના ગાઇડલાઇન્સનો અમલ આગામી ૩૦ એપ્રિલ સુધી અમલમાં રાખવાનો ર્નિણય લીધો છે. આ અંગે માહિતી આપતાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે, કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની કોરોના નિયંત્રણ માર્ગદર્શિકાના અમલને લંબાવીને ૩૦ એપ્રિલ સુધી યથાવત રાખવાનો મહત્વનો ર્નિણય લેવાયો છે. રાજ્યના ચારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યુ ૧૫મી એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.