અમદાવાદમાં અમેરિકન નાગરિકોને ઠગતો બોગસ કોલ સેન્ટરનો સંચાલક પકડાયો
અમદાવાદ, શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે અગાઉ ઘણા કોલ સેન્ટર પકડ્યા છે જે કોલ સેન્ટરમાંથી ભોગ બનનારની માહિતી મળી આવી હતી. પરંતુ પહેલું એવું કોલસેન્ટર ઝડપાયું છે જે કોલ સેન્ટરના સંચાલકો પાસેથી દેશભરમાં કોલ સેન્ટર ચલાવતા અને તેની સાથે સંકળાયેલા આરોપીઓની માહિતી અને લિંક મળી આવી છે.
દેશભરમાં ચાલતા કોલસેન્ટરની માહિતી મળતા તપાસ તેજ કરી દીધી છે. સાયબર ક્રાઇમ ગિરફતમાં રહેલ આરોપી સાગર મહેતા બોગ્સ કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ છે. સાયબર ક્રાઇમ બ્રાંચ બાતમીના આધારે મણિનગરથી સાગર મહેતા ઘરેથી કોલ સેન્ટર પકડ્યું.આરોપી સાગર મહેતા ઘરેથી કોલ સેન્ટર ઓપરેટ કરતો જેમાં અમેરિકન નાગરિક કોલ કરી પે ડે લોન આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ કરતો હતો હોવાનું સામે આવ્યું છે..
સાયબર ક્રાઇમ આરોપી ઘરેથી કબ્જે કરેલ કોમ્પ્યુટર,લેપટોપ અને મોબાઈલ માંથી મળી આવેલા ડેટાથી પોલીસ ચોંકી ઉઠી હતી કારણકે દેશભર ચાલતા બોગ્સ કોલ સેન્ટરના ડેટા મળી આવ્યા છે જેમાં આરોપીઓની માહિતી વિગતવાર મળી આવી છે.
બોગ્સ કોલ સેન્ટર સંચાલક સાગર મહેતાનું પાર્ટશિપમાં અલગ અલગ રાજ્યમાં કોલ સેન્ટર ચાલતા હોવાનું સામે આવ્યું છે જાેકે છેલ્લા ૬ વર્ષથી ઇન્દોર,કોલકત્તા, ગોવા,અમદાવાદ જેવા શહેરોમાં બોગ્સ કોલ સેન્ટર ચલાવતો હતો. હાલ છેલ્લે ગોવામાં કોલ સેન્ટર બંધ થઈ જતા સાગરે પોતાના ઘરે કોલ સેન્ટર શરૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોલ સેન્ટર જાણીતા આરોપી સાગર ઉર્ફે સેંગી ઠક્કર સહિતના આરોપી સાથે કોલ સેન્ટરમાં કામ કરી ચુક્યો છે. પરતું સાયબર ક્રાઇમ બ્રાંચને દેશભરમાં બોગ્સ કોલ સેન્ટર ચલાવનાર નામ અને માહિતી મળતા તપાસ તેજ કરી છે..ત્યારે જાેવાનું રહેશે કે અન્ય કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ સાયબર ક્રાઇમના સકંજામાં આવે છે કે કેમ.