Western Times News

Gujarati News

નારી હવે નથી કોઈથી હારી…!

પ્રાકૃતિક આકાર- પ્રકારમાં રંગછટા પાથરતા કલાકાર દીપિકા મહેચા

અમદાવાદ, કળાના કોઈપણ પ્રકારમાં કેવળ પુરુષોનો જ ઈજારો નથી, સ્ત્રી પુરુષ સમોવડી થઈ છે એ ઉક્તિ હવે જૂની થઈ ગઈ. પુરુષની તુલનામાં સ્ત્રી ઘણી ઊંચાઈએ પહોંચી છે. એવરેસ્ટ ચડી ખાની હામ હવે સ્ત્રીના હૈયે જાગે છે.
નારી નથી કોઈનાથી હારી. તેની દોટ પાછળ મુછાળા મરદો પણ ઝાંખા અને ઝંખવાણા પડી જાય. ઝાંખવાના જળ તો દૂર જ રહે છે. પુરુષો ભલે હડી કાઢે, સ્ત્રીની સફળતાને તે અવરોધી શક્તો નથી. તે આગવી છે, ન્યારી છે, તે અનેરી છે.

અહીં વાત કરવી છે દીપિકા મહેચાની. એક ઉભરતા કલાકાર. અમદાવાદમાં રહેતા પ્રભુદયાળ સોનીના સુપુત્રી દીપિકા એક ચિત્રકાર છે. તેમને ગત વર્ષ સપ્ટેમ્બરમાં ગુજરાત કલા પ્રતિષ્ઠાન (સુરત) દ્વારા અમદાવાદમાં રવિશંકર રાવલ કલા ભવનમાં ખૂબજ જાણીતા કલાકાર અમિત અંબાલાલ દ્વારા પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં.

દીપિકા મહેચા અનુસાર તેઓ સન. ૧૯૯૯માં ૧રમુ પાસ કરી પોતાના પિતાની પાસે રહીં અભ્યાસ કરતાં હતાં. અભ્યાસ દરમિયાન એમણે એલિમેન્ટરી તથા ઈન્ટર મિડિયટની પરીક્ષાઓ પણ આપી. એમના સ્કૂલ શિક્ષક મહેન્દ્રભાઈએ એમને આગળ વધવા માટે ખૂબજ પ્રોત્સાહન આપ્યું.

દીપિકાએ ઘણા ચિત્ર પ્રદર્શનો જાેયા હતા. ઘરે બેસીને તેઓ કેન્વાસ પર રંગભીના આકાર પ્રકાર દોરતા રહેતાં. અવનવા રંગોથી તેઓ મનગમતી ચિત્ર સૃષ્ટિમાં ઓળઘોળ બની જતાં. સન. ર૦૦૪ તથા ર૦૦૬માં તેમણે કન્ટેમ્પરરી આર્ટ ગેલેરીમાં પોતાના ચિત્રોનો શો પણ કર્યો અને તેમની ઘણી સરાહના થઈ એમના હાથે કંડારાયેલ મનમોહક કલાકૃતિઓને ખૂબજ આવકાર સાંપડ્યો.

ર૦૦૮માં અમદાવાદ તથા મુંબઈમાં પણ એમણે શો કર્યા. લગ્ન પછી પણ તેઓ ચિત્ર પ્રદર્શન કરતા રહ્યાં. તેમના દ્વારા કંડારાયેલ પ્રાકૃતિક સૌન્દર્યથી સભર પેઈન્ટીગ અદ્‌ભુત છે. તેઓ આર્ટમાં નવાનવા પ્રયોગો કરતા રહે છે. પ્રભુદયાળ સોનીના મમત્વ સભર કળા સાહિત્યના ગુણ એમનામાં સાંગોપાંગ ઉતર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.