અમદાવાદ CA બ્રાંચ દ્વારા કોવિડ વેક્સિનેશન ડ્રાઈવ, ૧૦૦૦ લોકોને રસી અપાઈ
(એજન્સી) અમદાવાદ, ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ (આઈસીએ) ની અમદાવાદ બ્રાંચ દ્વારા સીએ અને તેમના પરિવારના સભ્યો માટે કોવિડ-૧૯ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત પ ભાગમાં આયોજીત કરવામાં આવી હતી. જેમાં સીએ, તેમના પરિવારના સભ્યો અને સીએ વિદ્યાર્થીઓ સહિત ૧૦૦૦થી વધુ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા હતા.
આઈસીએઆઈના ચેરમેન હરિત ધારીવાલે જણાવ્યુ હતુ કે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આભારી છીએ કે તેમણે ખાસ સીએ અને તેમના પરિવારજનોને માટે વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કૃયુ અને તેનો લાભ અનેક સભ્યોએ લીધો હતો. એ ખુબ જ ખુશીની વાત છે.
આપણે જાણીએ છીએ કે કોવિડ-૧૯નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યુ છે ત્યારે અમારી જાહેર જનતાને નમ્ર અપીલ છે કે પોતાને અને પોતાના પરિવારને વેક્સિનેટ કરવી અને આ ખતરનાક બિમારી સામે પોતાનું અને પોતાના પરિવારનુૃં રક્ષણ કરો.