નિસાન ઇન્ડિયા અને એક્સોન મોબીલ પેસેન્જર વ્હિકલ્સ બિઝનેસ માટે લૂબ્રીકન્ટસ પૂરુ પાડવા માટે હાથ મિલાવ્યા
એક્સોન મોબીલ્સના દરેક નવા એન્જિન ઓઇલ્સના નિસાન વ્હિકલ્સને ઇષ્ટતમ પર્ફોમન્સ વિશ્વસનીયતા અને સંભવિત ફ્યૂઅલ ઇકોનોમિ લાભો પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે.
નવી દિલ્હી: એક્સોમોબીલ લૂબ્રીકન્ટ્સ પ્રા. લિમીટેડે આજે નિસાન મોટર ઇન્ડિયા સાથે પેસેન્જર વ્હિકલ્સ (પીવી) આફ્ટર માર્કેટ બિઝનેસ માટે લૂબ્રીકન્ટ્સ પૂરું પાડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હોવાની જાહેરાત કરી છે.
એપ્રિલ 2021માં શરૂઆત થતા એક્સોનમોબીલ નિસાન ઇન્ડિયાને એવા એન્જિન ઓઇલ્સની વિસ્તરિત શ્રેણી પૂરી પાડશે જે ભારતના BS-VI ધોરણો માટે અનુકૂળ છે તેમજ નિસાન પેસેન્જર વ્હિકલ્સની જૂની જનરેશન BS-III અથવા BS-IV સાથે પણ સુસંગત બની રહેશે. આ ભાગીદારી નિસાન કાર માલિકોને એડાવન્સ્ડ લૂબ્રીકન્ટસ ટેકનોલોજી પૂરી પાડે છે જે ઇષ્ટતમ પર્ફોમન્સ વિશ્વસનીયતા અને સભવિત ફ્યૂઅલ ઇકોનોમિ લાભો આપતા તેનો ઉઠાવવા માટે સક્ષમ બનાવશે.
આ પ્રગતિ પર બોલતા એક્સોનમોબીલ લૂબ્રીકન્ટસ પ્રા. લિમીટેડના સીઇઓ દીપાન્કર બેનર્જીએ જણાવ્યું હતુ કે, “નિસાનના એન્જિનને રક્ષણ પૂરુ પાડે અને તેમને વધુ કાર્યક્ષમ રીતે ચલાવવામાં મદદ કરે તેવી અદ્યતન લૂબ્રીકન્ટ ટેકનોલોજી પૂરી પાડવા માટે નિસાનના વિશ્વાસપાત્ર ભાગીદાર બનતા અમે ખુશી અનુભવીએ છીએ. તેમની ચોક્કસ ડિઝાઇન જરૂરિયાતો અને તેમના ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે એન્જિન ઓઇલની તાજેતરની શ્રેણીને ઇષ્ટતમ બનાવવા માટે નિસાનની ટીમ સાથે ગાઢ રીતે કામ કરતા સન્માન અનુભવીએ છીએ. આ ભાગીદારી ગ્રાહકોને ટેકનોલોજીકલી ચડીયાતી અને એડવાન્સ્ડ ફોર્મ્યુલેટેડ લૂબ્રીકન્ટસ સાથે ગ્રાહકોને તેમના વ્હિકલ્સ શ્રેષ્ઠ રીતે કાર્ય કરે તે માટે પૂરા પાડવાના અમારા સતત પ્રયત્નોમાં આ ભાગીદારી એક ઉમેરણ છે.”
“અમે એક્સોનમોબીલ સાથે ભાગીદાર કરતા ખુશી અનુભવીએ છીએ કેમ કે બન્ને કંપનીઓ તેમના જે ક્ષેત્રોમાં અગત્યના મજબૂત ક્ષેત્રો ધરાવે છે. આ સહયોગ અમારા શોધ કરતા ભારતીય ગ્રાહકોને અત્યંત એડવાન્સ્ડ ટેકનોલોજીઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોર્ચાર કરે છે. નિસાન ખાતે અમે હંમેશા ગ્રાહકોની ખુશી, વણસંતોષાયેલી જરૂરિયાતો સંતોષવી, વધુ સારા ભવિષ્ય માટે અને અરસપરસના વૃદ્ધિ કારોબાર માટે નવીન પ્રોડક્ટ્સ લાવવા પર ભાર મુકી છીએ. એક્સોનમોબીલ સાથેની ભાગીદારી એ આ સફરમાં અમારા પ્રયત્નોનું એક મોટુ પગલું છે,”એમ નિસાન મોટર ઇન્ડિયાના એમડી રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતુ.
એન્જિન ઓઇલ્સની તદ્દન નવી રેન્જ – નિસાન જેન્યુઇન પાર્ટ્સ મોટર ઓઇલ SAE 0W-20, 5W-30, 10W-30, 10W-40 –માં સિંથેટિક અને સેમી સિંથેટિક પીવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે જેને એક્સોનમોબીલના વૈશ્વિસ સંશોધન અને વિકાસ કેન્દ્ર દ્વારા વિવિધ સ્થિતિમાં ઇષ્ટતમ એન્જિન પર્ફોમન્સ ડિલીવર કરે તે માટે ટ્રાયલ્સ અને ટેસ્ટ મારફતે વિકસાવવામાં આવી છે.
એક્સોનમોબીલના પ્રોપરાઇટરી ફોર્મ્યુલેટરી સાથે બનાવવામાં આવેલા અદ્યતન રેન્જના એન્જિન ઓઇલ્સ તાજેતરના ઇન્ટરનેશનલ લૂબ્રીકન્ટ સ્ટાન્ડર્ડાઇઝેશન અને એપ્રુવલ કમિટી (ISLAC) અને અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યુટ (API)ધોરણોને પરિપૂર્ણ કરે છે તેમજ એમિશન્સ સિસ્ટમ સુસંગતતા, ઓક્સીડેશન સ્થિરતા, ડિપોઝીટ કંટ્રોલની સાથે સ્લજ અને વાર્નિશ રક્ષણ, એન્જિન મજબૂતાઇ, નિષ્ક્રિય હોય ત્યારે ઘસારા સામે રક્ષણ અને લો સ્પીડ પ્રિ ઇગ્નીશન મિનીમાઇઝેશન જેવા ફીચર્સ સાથે પણ આવે છે. સહ વિકાસ કરાયેલ એન્જિન ઓઇલ્સ નિસાનના દરેક મોડેલ્સ માટે નિસાન સર્વિસ, નેટવર્ક દ્વારા ઉપલબ્ધ બનશે.