સુરતમાં કોરોનાની વેક્સિન લેનારા ૨૩૬ લોકો પોઝિટિવ
ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ગુજરાતમાં દર કલાકે ૧૦૦ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૨૪૧૦ કેસ નોંધાયા છે. ત્યાં બીજી તરફ, મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના આજથી શ્રીગણેશ થયા હતા. એક તરફ વેક્સીનેશન પૂરજાેશમાં ચાલી રહ્યું છે, તો બીજી તરફ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.
સુરતમાં ૮૯૫૯ પોઝિટિવ આવનારાઓમાંથી વેક્સીન લેનારા ૨૩૬ લોકો છે. વેકસીનનો એક ડોઝ લીધા છતાં ૨૩૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. તો બે ડોઝ પછી ૬ લોકો સંક્રમિત થયા છે. તેથી સુરતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે.
બીજી તરફ, અમદાવાદની એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ માં ૮ બાળકો કોરોના પોઝિટિવ આવતા હળભળાટ મચી ગયો છે. જે બતાવી રહ્યું છે કે, હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાવાનું શરૂ થઈ ગયું છે.
પીડિયાટ્રિક વોર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં રોજના ૫ થી ૬ બાળકો સારવાર માટે આવી રહ્યાં છે.
આથી હવે પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની સારવાર માટે નવુ એનકોઝર ઉભુ કરાયું છે. આઈસોલેશન ફેસિલિટી ઉભી કરાઈ છે. તો બીજી તરફ, શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ ૨૫ જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ દેખાઈ રહ્યાં છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે, પરિવારના સદસ્યોને પગલે હવે બાળકોને પણ કોરોનાને ચેપ લાગી રહ્યો છે. રોજના પાંચથી છ બાળકો કોરોના સંક્રમિત આવલી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ૧૫ દિવસના નવજાત જાેડિયા બાળકો પણ કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. જેઓની હાલત હાલ સુધારા ઉપર છે.