કાંરજનાં DCP ઝોન-૨ ની સ્કવોડનો દરોડો: ૧૩ જુગારીઓ ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં કેટલીય જગ્યાએ જુગારનાં અડ્ડા ચાલી રહ્યાં છે. ભુતકાળમાં ઘણાં અડા સ્થાનિક પોલીસની રહેમનજર ચાલતાં હોવાનું બહાર આવતાં કેટલાંય પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આવા અડ્ડાઓ ઉપર ઉચ્ચ અધિકારીઓની સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના કારજં વિસ્તારમાં DCP ઝોન-૨ની ટીમે જુગારના અડ્ડા પર દરોડો પાડી ૧૩ ઈસમોની અટકાયત કરી છે.
ઝોન-૨ ડીસીપીની ટીમના પી.એસ.આઈ. પટેલ તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ગુરૂવારે રાત્રે તેમને જાન સાહેબની ગલી, અનુપમ સિનેમા પાસે રહેતો સરફુદ્દીન ઉર્ફે કઢી સૈયદ નામનો પોતાનાં ઘરમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.
જેને પલે મધરાત્રે પી. એસ. આઈ. પટેલ તેમની ટીમ સાથે ત્રાટક્યા હતા. અને જુગારના સંચાલક સરફુદ્દીન હામીદ સૈયદ, આસીફ શેખ, ઐયુબ પઠાણ, યુનુસ શેખ, ઐયુબ શેખ, વાહીદ માલકાણી, અબ્દુલ જાવેદ શેખ, ધુનસખાન પઠાણ, અનવરહુસેન શેખ, નસીમ ભરૂચી અને ફિરોજ પઠાણને ઝડપી લીધા હતા. તેમની ઝડતી દરમ્યાન પ્લાસ્ટીકના કોઈન, ૬ મોબાઈલ ફોન અને રોકડ સહિત ૨૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ પકડાયો હતો.