અનંતનાગમાં પથ્થરબાજીથી સ્થાનિક ટ્રક ડ્રાઇવરનું મોત થયું
શ્રીનગર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં ગઇકાલે સાંજે પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલ પથ્થરબાજીમાં એક કાશ્મીરી ટ્રક ચાલકનું મોત નિપજયુ છે.પોલીસે આ માહિતી આપી હતી.પોલીસે જણાવ્યું હતું કે નુર મોહમ્મદ ડાર ઉવ ૪૨ જીલ્લાના જરાદીપુરા ઉરાનહાલ વિસ્તારમાં રહેતો હતો અને ઘટના સમયે તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ તેને ટ્કને ભુલમાં સુરક્ષા દળોનું વાહન સમજી તેના પર પથ્થરમારો કર્યો હતો. આરોપી પથ્થરબાજાની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર ચાલકને માથામાં ઇજા લાગ્યા બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જયાં તબીબીએ તેને મૃત જાહેર કરી દીધો હતો પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારી સામાન્ય લોકો પર પણ પથ્થરમારો કરતા રહ્યાં છે અને આ મહીનાની શરૂઆતમાં શ્રીનગર શહેરમાં પથ્થરબાજીમાં ૧૧ વર્ષીય યુવતીની આંખમાં ઇજા પહોંચી હતી પથ્થરબાજીની નવી ઘટના પર જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિદેશક દિલબાગ સિંહે અધિકારીઓને આરોપીઓને પકડવા અને તેની વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પહેલ ડીજીપીએ દિલબાગ સિહે કહ્યું કે તે ગત બે અઠવાડીયામાં રાજયના તમામ વિસ્તારોમાં ગયા અને એ વાત ખુબ ઉત્સાહિત કરનારી હતી કે પગલાઓના સારા પરિણામ સામે આવ્યા છે. જા કે તેમણે કહ્યું કે તમામ જીલ્લામાં સુરક્ષાને મજબુત બનાવી રાખવાની જરૂરત છે.આતંકવાદીઓની વિરૂધ્ધ ધેરાવ અને શોધ અભિયાનોનો ઉલ્લેખ કરતા સિંહે કહ્યું કે તેમની વિરૂધ્ધ કાર્યવાહી જારી રહેશે તેમણે અધિકારીઓને જનતાની સાથે નજીકનો સંપર્ક બનાવી રાખવા અને તેની પરેશાનીને હલ કરવાનો નિર્દેશ આપ્યો.ડીજીપીએ કહ્યું કે અફવા ફેલાવનારા લોકોની વિરૂધ્ધ પણ પ્રભાવી કાર્યવાહી કરવામાં આવી છે.