Western Times News

Gujarati News

કાર ઉપર માર્બલથી ભરેલ કન્ટેનર પડ્યું, ૪ લોકોનાં મોત

પાલી: રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે એક ભીષણ અકસ્માતમાં ૪ લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચાલુ કાર ઉપર માર્બલથી ભરેલ કન્ટેનર પડવાથી તેમાં સવાર ૪ લોકોના દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાં સવાર રહેલા લોકો જાેધપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા. પોલીસ અધિક્ષક કાલૂરામ રાવતના જણાવ્યા પ્રમાણે, ઘટના બાલરાઈ ગામ પાસે ઘટી હતી.

જાેધપુરથી ૪ લોકો કારમાં અમદાવાદ જતા હતા. એ જ દિશામાં એક ઓપન ટ્રક પસાર થતી હતી. એમાં બે ભારે કન્ટેનર લોડ કરવામાં આવ્યાં હતાં. કન્ટેનરમાં માર્બલ ભરેલો હતો. ટ્રકચાલકે સ્પીડમાં ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેણે સામેથી બીજી ટ્રક આવતી જાેઈ હતી અને ઉતાવળમાં સંતુલન ગુમાવી દીધું હતું.

જેથી ટ્રક પર લોડ બંને કન્ટેનર ઉંધા પડી ગયાં હતાં, એમાંથી એક કન્ટેનર કાર ઉપર પડ્યું હતું. જેમાં ૪ લોકોનો દબાઈ જવાથી મોત થયા હતા. આ ઘટનામાં ટ્રેલર ચાલકની લાપરવાહી પણ જવાબદાર છે. કારણ કે તેણે ટ્રેલર પર રાખેલા કન્ટેનરને કોઈ પ્રકારથી બાંધ્યા ન હતા. જેથી આ ઘટના બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.