Western Times News

Gujarati News

નારાયણ સેવા સંસ્થાન #Kumbhmela2021માં 50 બેડની મેક-શિફ્ટ હોસ્પિટલ સ્થાપિત કરશે

ઉદેપુર,  હરિદ્વારમાં મહાકુંભ #Kumbhmela2021 શરૂ થયો છે, જેમાં યાત્રાળુ કે શ્રદ્ધાળુઓ નારાયણ સેવા સંસ્થાને ઊભી કરેલી 50 બેડની મેક શિફ્ટ હોસ્પિટલનો લાભ મેળવશે. આ અભિયાન આદરણીય પ્રધાનમંત્રીના સંદેશ ‘દો ગજ કી દૂર, માસ્ક હૈં જરૂરી’ સાથે સુસંગત હશે.

હોસ્પિટલ ઊભી કરવાના આ અભિયાનમાં મુખ્યત્વે સ્વચ્છતા, સાફસફાઈ, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કુંભમાં હોસ્પિટલ દવા, ફિઝિયોથેરેપી, ઓપરેશન થિયેટર, પ્લાસ્ટર રૂમ, પ્રોસ્થેસિસ અને ઓર્થોટિક્સ વર્કશોપ્સ તથા કેલિપર વર્કશોપની સુવિધા પૂરી  પાડશે. એનએસએસ નિઃશુલ્ક માપ અને કૃત્રિમ અંગનું વિતરણ કરવાનો કેમ્પ યોજશે.

કેમ્પનું આયોજન #NSSvolunteers કરશે, જેઓ વયોવૃદ્ધ લોકો માટે વ્હીલચેરની સુવિધા, પગમાં મસાજ તથા સંતો અને યાત્રાળુઓ માટે સાફસફાઈની સુવિધા જેવી મૂળભૂત જરૂરિયાતોની સાથે યાત્રાળુઓની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરશે, જેમાં પ્લેટફોર્મ પર સ્વચ્છતાની સુવિધા સામેલ છે. #Kumbhmela 2021માં એનએસએસ સંતો અને યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજનની સુવિધા પૂરી પાડશે.

નારાયણ સેવા સંસ્થાનના પ્રેસિડન્ટ પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “એનએસએસ યાત્રાળુઓને મદદ કરવાની આ તકનો લાભ લેશે, કારણ કે હરિદ્વારના પવિત્ર સ્થળ પર લાખો યાત્રાળુઓ સાથે સ્થાનિક લોકોની જરૂરિયાત પૂરી કરવાની આ સોનેરી તક છે. એનએસએસએ #Kumbhmela 2021 પર આ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત #Kumbhmela 2021માં યાત્રાળુઓ અને દિવ્યાંગજનોને કૃત્રિમ અંગનું નિઃશુલ્ક ધોરણે કરવાનો કેમ્પ, ભોજન અને માસ્કનું વિતરણ શરૂ થયું છે.”

વર્ષ 1985થી એનએસએસ સમાજના વંચિત અને દિવ્યાંગ વર્ગની જરૂરિયાતો પૂર્ણ કરવા કટિબદ્ધ છે. સંસ્થા શારીરિક સશક્તિકરણની સાથે વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરીને સામાજિક અને આર્થિક સશક્તિકરણ કરવા માટે પણ કામ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.