Western Times News

Gujarati News

AI, જેનોમિક્સ અને ઇમેજિંગ જેવી ટેકનોલોજીઓના સમન્વયથી હેલ્થકેરનો નવો યુગ શરૂ થયો

નાસ્કોમ ફયુચર સ્કિલ્સ® પ્રાઇમ અને અપોલો હોસ્પિટલ્સે ડિજિટલ હેલ્થકેર વર્કફોર્સની કુશળતાઓ વધારવા ટેકનિકલ એજ્યુકેશનલ પ્લેટફોર્મ ઊભું કરવા જોડાણ કર્યું

ડિજિટલ હેલ્થકેર ઇકોસિસ્ટમ ઊભી કરવા ડિજિટલ ઇનોવેશન અને સ્વીકાર્યતામાં વધારો મહત્ત્વપૂર્ણ હોવાથી નાસ્કોમ ફ્યુચરસ્કિલ્સ® પ્રાઇમએ જોઇન્ટ ટેકનિકલ એજ્યુકેશન પ્લેટફોર્મ પ્રસ્તુત કરવા અપોલો હોસ્પિટલ્સ સાથે જોડાણ કર્યું છે. આ વિશિષ્ટ જોડાણ પ્રસ્તુત, કાર્યદક્ષ અને ફળદાયક જળવાઈ રહેવા માટે કૌશલ્ય ન ધરાવતા લોકોને કૌશલ્ય મેળવવા અને કૌશલ્ય ધરાવતા લોકોને નવું કૌશલ્ય મેળવવા સક્ષમ બનાવવાની સાથે વિવિધ કુશળતાઓ હસ્તગત કરવા અને પુનઃકૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.

ટેકનિકલ એજ્યુકેશન પ્લેટફોર્મ દ્વારા અપસ્કિલિંગ (કૌશલ્ય સંવર્ધન) “વૈકલ્પિક” વિચારસરણી તરફ દોરી જશે, જેથી સંપૂર્ણ હેલ્થકેર ડિલિવરીમાં ઉચ્ચ સ્તરીય અસરકારકતા ઉમેરાશે. નાસ્કોમ ફ્યુચર સ્કિલ્સ પ્રાઇમ (www.futureskillsprime.in) સાથે જોડાણ કૌશલ્ય માટે સિંગલ વિસ્તૃત ડેસ્ટિનેશન સાથે લર્નિંગને આગામી સ્તરે લઈ જશે, જેમાં હેલ્થકેર મેનેજમેન્ટમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગને આવરી લેશે તેમજ સંપૂર્ણ સમાજમાં અસરકારક હેલ્થકેર ડિલિવરી ઇકોસિસ્ટમ ઊભી કરવા એના ઉપયોગને આવરી લેશે.

કૌશલ્ય માટે એક સંપૂર્ણ ડેસ્ટિનેશનને પ્રોત્સાહન આપવા જોડાણ વર્કર્સના સ્તર અને કારકિર્દીની દિશાને અનુરૂપ તાલીમ આપવાનો ઇનોવેટિવ અને ફ્લેક્સિબ્લ અભિગમ પ્રદાન કરશે. ઉપરાંત એનાથી વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી ધરાવતા લોકોને વધારે સારી કામગીરી કરવા પ્રોત્સાહન મળશે.

આ પ્રસંગે આઇટી-આઇટીઇએસ સેક્ટરની સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નાસ્કોમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત અગ્રવાલે કહ્યું હતું કે, “પરંપરાગત અને પરિવર્તનકારક ટેકનોલોજીઓના વિકાસ સાથે ભારતમાં હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે.

નાસ્કોમ ફ્યુચર સ્કિલ્સ અને અપોલો હોસ્પિટલ્સ સાથે જોડાણમાં આ પ્લેટફોર્મ પરંપરાગત હેલ્થકેર રીતોમાંથી આગળ વધવા તથા મુખ્ય હેલ્થકેર અને ડિજિટલ વચ્ચે કૌશલ્યનું નિર્માણ કરવા તેમજ પુનઃકૌશલ્ય પ્રાપ્ત કરવા/કૌશલ્ય વધારવાની દિશામાં એક પગલું છે. હેલ્થકેર વર્કફોર્સને પરંપરાગત તબીબી રીતોમાં વિકસવાની સાથે ડિજિટલ ક્રાંતિ માટે સજ્જતા કેળવવાની અને કૌશલ્ય હાંસલ કરવાની જરૂર છે. ડિજિટલ પરિવર્તન ઝડપથી આકાર લઈ રહ્યું છે.”

આ જોડાણ વિશે અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે,“અમે નાસ્કોમ ફ્યુચર સ્કિલ્સ પ્રાઇમ સાથે આ જોડાણને ડિજિટલ પરિવર્તનના અભિન્ન હિસ્સા તરીકે જોઈએ છીએ, જેમાં અપોલો છેલ્લાં થોડાં વર્ષોમાં કુશળ છે.

મોબાઇલ ફોન, સેન્સર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એઆઈ, એમએલ, જેનોમિક્સ અને ઇમેજિંગ જેવી વિવિધ ટેકનોલોજીઓના સમન્વયથી સંચાલિત હેલ્થકેરનો નવો યુગ શરૂ થયો છે. હેલ્થકેર વર્કફોર્સને પરંપરાગત મેડિકલ પ્રેક્સિટની સાથે ડિજિટલ પરિવર્તન માટે પણ સજ્જતા અને કૌશલ્યની જરૂર પડશે.

ડિજિટલ પરિવર્તન ઝડપથી આકાર લઈ રહ્યું છે. ટેકનિકલ એજ્યુકેશન પ્લેટફોર્મ દ્વારા કૌશલ્ય સંવર્ધન “વૈકલ્પિક” વિચારસરણી અને અમલ તરફ દોરી જશે, જેથી સંપૂર્ણ હેલ્થકેર ડિલિવરીમાં અસરકારકતા નવી ઊંચાઈએ પહોંચશે. તબીબી જ્ઞાનનું સંપૂર્ણ માળખું દર 73 દિવસે બમણું થવાની શરૂઆત થઈ છે, જે 1980માં દર 7 વર્ષે અને 1950માં દર 50 વર્ષે બમણું થતું હતું.

[1]જ્યારે આ ડેટાનો ઉપયોગ હેલ્થકેરની સુલભતા વધારવા માટે થઈ શકશે, ત્યારે તમે આ નોલેજ કે જાણકારીમાં થઈ રહેલા મોટા વધારાનો ઉપયોગ કરવા ડિજિટલ ટેકનોલોજી અને કૌશલ્યના કેવા સ્તરની જરૂર હશે એની કલ્પના કરી શકો છો. આ પહેલ એક ઇકોસિસ્ટમ ઊભી કરવાના અમારા વિઝનને આગળ વધારશે, જે લર્નિંગ, ડિજિટલ સ્કિલિંગ અને ભવિષ્યની ડિજિટલ હેલ્થકેર માટેની સજ્જતા તરફ દોરી જશે, ત્યારે ડિજિટલ ટેકનોલોજીઓ સાથે સંકળાયેલી ઇનોવેટિવ થિંકિંગને વિકસવામાં મદદરૂપ થશે.”

છેલ્લાં 3 દાયકા દરમિયાન ભારત આઇટીમાં આંતરરાષ્ટ્રીય લીડર બની ગયો છે અને દેશ સૌથી વધુ 4.47 મિલિયન ટેકનોલોજી પ્રતિભાઓ ધરાવે છે. અહીં રોગચાળા વચ્ચે પણ 4 અબજથી વધારે આવક કરતી કંપનીઓએ 138,000 ટેક પ્રતિભાઓની નવી ભરતી કરી છે.

હેલ્થકેર ઇકોસિસ્ટમમાં જરૂરી પ્રતિભાઓ ઊભી કરવા જોઇન્ટ ટેકનિકલ એજ્યુકેશન પ્લેટફોર્મ નાસ્કોમ અને અપોલોના એક ઇકોસિસ્ટમને ઊભી કરવાના વિઝનને આગળ વધારશે, જે લર્નિંગ, ડિજિટલ કૌશલ્ય અને ભવિષ્યની ડિજિટલ હેલ્થકેર સેવા માટે સજ્જતા તરફ દોરી જશે તેમજ ડિજિટલ ટેકનોલોજી સાથે સંબંધિત ઇનોવેટિવ થિંકિગને ખીલવવામાં મદદરૂપ થશે.

જો વિવિધ ક્ષેત્રોમાં પર્યાપ્ત કૌશલ્યની ખેંચને ધ્યાનમાં રાખીએ, તો એવું કહી શકાશે કે આગામી બે દાયકાઓમાં 90 ટકા રોજગારીઓને થોડા સ્તરની ડિજિટલ કુશળતાની જરૂર પડશે. એટલે નવા યુગની કૌશલ્ય ટેકનોલોજીઓ સંપાદિત કરવી પડશે, જેમાં એઆઈ, એમએલ, ક્લાઉડ અને ડેટા એનાલીટિક્સ સામેલ છે, જેનાથી તમામ માટે હેલ્થકેરની સુલભતામાં વધારો થઈ શકે છે તેમજ ડૉક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ વચ્ચે મેડિકલ સ્કિલ ગેપમાં ઘટાડો કરવામાં મદદ મળી શકશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.