Western Times News

Gujarati News

ભારતમાં કંઇ પણ થઇ રહ્યું છે તો અમેરિકા મૌન કેમ છે ? રાહુલ ગાંધી

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્વર્ડ કેનેડી સ્કૂલના એમ્બેલડર નિકોલસ બર્ન્સની સાથે વર્ચ્યૂઅલ વાતચીતમાં ભાજપ પર મોટા આરોપ લગાવ્યા અને અમેરિકાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે બર્ન્સની સાથે વાતચીતમાં કહ્યુ કે ભાજપે દેશની મહત્વની સંવૈધાનિક સંસ્થાઓ પર પોતાના કબ્જામાં કરી લીધી છે.

તેમણે વિપક્ષ પાર્ટીઓના ચૂંટણી હારને લીને ભાજપ આર્થિક રીતે મજબૂત થઈ છે અને મીડિયા પર તેમનું પ્રભુત્વ વધ્યુ છે. જેના કારણે વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી જીતી શકતી નથી. કોંગ્રેસ જ નહીં બીએસપી, એસપી, એનસીપી, જેવી પાર્ટીઓ પણ ચૂંટણી નથી જીતી શકી રહી. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી લડવા માટે સંસ્થાગત માળખાની જરુર પડે છે. આ સંસ્થાઓ એક નિષ્પક્ષ લોકતંત્ર માટે જરુરી હોય છે. પરંતુ ભારતમાં આના પર સંપૂર્ણ રીતે ભાજપ હાવી છે. જેના કારણે તે વિપક્ષી પાર્ટીઓને જીત નથી મળી શકતી.

રાહુલે વધુમાં કહ્યુ કે ચૂંટણી લડવા માટે અમારે માળખાગત સંસ્થાની જરુર હોય છે. અમને ન્યાય વ્યવસ્થાની જરુર હોય જે અમારી રક્ષા કરે. મીડિયાની જરુર હોય જે સ્વતંત્ર હોય. આર્થિત સમાનતાની જરુર હોય. અમારી પાસે આ બધું નથી. જેનાથી અમે રાજનીતિક પાર્ટી સંચાલિત કરી શકીએ.

રાહુલ ગાંધીએ આ વાતચીતમાં કહ્યું કે આ તમામની વચ્ચે અમેરિકન સરકાર તરફથી કોઈ ટિપ્પણી નથી આવી. જાે ભારત અને અમેરિકાની વચ્ચે લોકતાંત્રિક ભાગીદારી છે તો પછી અમેરિકા ભારતમાં બની રહેલી ઘટનાઓ પર કેમ કંઈ નથી બોલતુ. મારો મતલબ છે કે ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર તમે(બર્ન્સ)નો શું મત છે. હું મૂળ રુપે માનુ છું કે અમેરિકા એક ઉંડાણપુર્વ વિચાર કરે. અમેરિકન સંવિધાનમાં સ્વતંત્રતાનો વિચાર જે રીતે નિહિત છે તે એક બહું શક્તિશાળી વિચાર છે પરંતુ તમારે આ વિચારની રક્ષા કરવી પડશે. આ મુખ્ય સમસ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.