મિસ ઈન્ડિયા રનરઅપ દીક્ષા સિંહ યુપીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે
જૌનપુર: જિલ્લાના બક્સા વિસ્તારના ચિતૌના ગામની નિવાસી દીક્ષા સિંહ ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૫ની રનરઅપ રહી ચૂકી છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. જૌનપુરના વોર્ડ નંબર ૨૬થી દીક્ષા જિલ્લા પંચાયત ચૂંટણી લડશે. દીક્ષાના પિતા જિતેન્દ્રસિંહ ગૌવામાં વ્યવસાય કરે છે.
દીક્ષાએ ત્રીજા ધોરણ સુધીનું ભણતર ગામમાંથી મેળવ્યું હતું.આ પણ વાંચોઃ સતત ત્રીજા દિવસે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ પાડતી આમ આદમી પાર્ટીદીક્ષાએ મોડલિંગની સાથે સાથે આલ્બમથી પણ પ્રસિદ્ધિ મેળવી છેઆપને જણાવી દઈએ કે, જિલ્લા પંચાયત અધ્યક્ષ પદની બેઠક આ વખતે સામાન્ય મહિલા માટે આરક્ષિત છે.
એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, જાે દીક્ષા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતી નહીં શકે તો નિશ્ચિતરૂપે તે જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાવશે. દીક્ષાએ મોડલિંગની સાથે સાથે આલ્બમથી પણ પ્રસિદ્ધિ મેળવી છે. આ ઉપરાંત તેણે ઘણી કંપનીઓ માટે મોડલિંગ પણ કર્યું છે. બોલીવુડની ફિલ્મમાં તેણે રાઈટિંગનું પણ કામ કર્યું છે. દીક્ષાએ કહ્યું કે, મહાનગરોની જેમ જૌનપુરનો પણ વિકાસ થવો જાેઈએ.