કોરોનાનો હાહાકાર : બાંગ્લાદેશમાં સાત દિવસનું લોકડાઉન જાહેર કરાયું
ઢાકા: બાંગ્લાદેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કોહરામ જાેવા મળી રહ્યો છે ત્યારે આખા દેશમાં સાત દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે.કોરોના વાયરસના વધતાં કેસને જાેતાં ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં સોમવારથી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કૂરના વાયરસને રોકવા માટે એક સપ્તાહ સુધીમાં માત્ર ઈમરજન્સી સેવાઓને છૂટ આપવામાં આવી છે.
નોંધનીય છે ભારતમાં પણ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે બાંગ્લાદેશમાં પણ અત્યારે કોરોના વાયરસના કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં શુક્રવારે ૬૮૩૦ નવા કોરોના વાયરસ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે ૫૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નોંધનીય છે ગયા વર્ષે જ્યારે માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા ત્યારે પણ બાંગ્લાદેશમાં બે અઠવાડિયા સુધી લોકડાઉન કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસની બીજી લહેરના કારણે બાંગ્લાદેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. શેખ હસીના સરકાર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો અને સરકારે આશા વ્યક્ત કરી કે લોકડાઉનથી કોરોના સામે સારા પરિણામો મળશે. બાંગ્લાદેશના બધા કાર્યાલયોમાં અડધી ક્ષમતા સાથે કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. દેશના વડાપ્રધાન શેખ હસીનાએ આ પહેલા સંસદમાં આહવાહન કર્યું હતું કે આપણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવી પડશે અને કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે લોકોની સહાયતાની આવશ્યકતા છે.