સેક્યુલરીઝમની રમતે દેશનું બહુ નુકસાન કર્યું છે : નરેન્દ્ર મોદી
ગોવાહાટી: પીએમ મોદી પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે આસામમાં પીએમ મોદીએ સેક્યુલરીઝમ પર જાેરદાર હુમલો કર્યો છે.મોદીએ તામુલપુરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું કે બંને ચરણમાં નક્કી થઈ ગયું છે કે આસામમાં ફરી વાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે.
સેક્યુલરીઝમ પર કટાક્ષ કરતાં મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો એવી વાતો ચલાવી રહ્યા છે જાે સમાજમાં ભેદભાવ કરીને સમાજના ટુકડા કરીને પોતાના વૉટબેંક માટે કઈં આપો તો દુર્ભાગ્ય તો જુઓ આ વસ્તુને દેશમાં સેક્યુલેરીઝમ કહેવામાં આવે છે. પરંતુ જાે અમારા જેવા બધા માટે કામ કરે, ભેદભાવ ન કરે, વિકાસ બધાને આપીએ તો અમે સાંપ્રદાયિક. સેક્યુલરીઝમ- કમ્યુનલિઝમની આ રમતે દેશનું બહુ નુકસાન કરી નાંખ્યું છે. અમે પરિશ્રમ કરનારા લોકો છીએ.
પીએમ મોદીએ કહ્યું કે અમે લોકો પરિશ્રમ કરનારા લોકો છીએ. સમાજની સેવા માટે દિવસ રાત લાગેલા લોકો છીએ. અમે વિકાસ માટે ઈમાનદારીથી કામ કરનારા લોકો છીએ. આસામના લોકોએ આજે જાેઈ રહ્યા છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ એ મારી નીતિ પણ અને નિયત પણ છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે જ્યારે પણ કોઈ યોજના બનાવીએ છે ત્યારે દરેક ક્ષેત્રના લોકોને ભેદભાવ અને પક્ષપાત વગર યોજનાનો લાભ માટે માટે અમે મહેનત કરીએ છે. જાે અમે કોઈ પણ ભેદભાવ વગર કામ કરીએ તો અમે સાંપ્રદાયિક છીએ. સેક્યુલરીઝમની રમતે દેશનું ખૂબ નુકસાન કર્યું છે. આસામનો વિકાસ લોકો વચ્ચે કનેક્ટિવિટી વધારી રહ્યો છે. આસામમાં વિકાસ થઈ રહ્યો છે અને યુવાનો માટે અવસર ઊભા થઈ રહ્યા છે. આસામની ઓળખાણનું અપમાન કરનારા લોકોને આ પ્રજા માફ નહીં કરે. આસમાને હિંસામાં નાંખી દેનાર લોકોને પ્રજા ક્યારેય સ્વીકાર નહીં કરે.
આસામની મહિલાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યના કોઇપણ યુવાનને બંદૂક ન ઉઠાવવી પડે તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે અમે બોડો સમજૂતી કરી જેનાથી આસામમાં શાંત થઇ. આસામની અમારી માતાઓના સંતાનો હથિયાર ઉઠાવતા હતા. તેને મુખ્યપ્રવાહમાં લાવવા માટે એનડીએએ કામ કર્યું.રેલી દરમિયાન એક શખ્સની તબિયત બગડી ગઇ ત્યારબાદ પીએમ મોદીએ ભાષણ રોકીને કહ્યું કે મારી સાથે જે મેડિકલ ટીમમાં ડૉક્ટર આવ્યા છે તે જાય અને તે શખ્સની મદદ કરે. ત્યાર બાદ મોદીએ તેમનું ભાષણ આગળ ચલાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે વિકાસમાં ભેદભાવ અમારો સિદ્ધાંત નથી. અમે લોકો રાષ્ટ્રનીતિ માટે જીવનારા લોકો છીએ.