કોરોનાની બીજી લહેર એપ્રિલ માસના મધ્યમાં ચરમ પર હશે
નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે વૈજ્ઞાનિકોએ મેથેમેટિકલ મોડેલ દ્વારા અનુમાન લગાવ્યું છે કે દેશમાં કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં તેના ચરમ પર હશે. આ સમયે ખૂબ જ વધારે કેસ નોંધાઈ શકે છે. તેમજ તેમનું કહેવું છે કે મે મહિનાના અંત સુધીમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં ઘટાડો જાેવા મળશે. મહત્વનું છે કે ભારતમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન પણ સૂત્ર નામના આ મેથેમેટિકલ મોડેલ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે સંક્રમણના કેસ ઓગસ્ટ મહિનાથી ધીરે ધીરે વધશે અને સપ્ટેમ્બરમાં તેના ચરમ પર પહોંચશે. તેમજ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં સૌથી ઓછા કેસ નોંધાશે. આઈઆઈટી કાનપુરના મનિન્દ્ર અગ્રવાલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ આ મોડેલનો પ્રયોગ સંક્રમણના કેસોમાં હાલમાં જાેવા મળી રહેલી વૃદ્ધિના આધારે કરી છે.
તેમણે આ મોડેલની મદદથી કેલક્યુલેશન દ્વારા અનુમાન દર્શાવ્યું છેકે આ વૈશ્વિક મહામારીની ભારતમાં બીજી લહેર એપ્રિલના મધ્યમાં તેના ચરમ પર પહોંચી જશે. આ સમયે દેશમાં સૌથી વધુ કેસ નોંધાશે. જે બાદ બીજી લહેરના વળતા પાણી શરું થશે. અગ્રવાલે કહ્યું કે પાછલા કેટલાક દિવસોથી અમે જાેયું છે કે ભારતમાં એપ્રિલના મધ્યમાં કેસ ખૂબ જ વધી જાય તેવી આશંકા છે.
હાલ આ કેસ લાખની નજીક છે પરંતુ આગળ જતા ખૂબ જ તીવ્ર વધારો થઈ શકે છે અને ધારણા કરતા વધારે કેસ સામે આવી શકે છે. જાેકે આ સાથે તેમણે કહ્યું કે એવું પણ બની શકે કે એટલા બધા કેસ ન પણ નોંધાય. પરંતુ પીકનો સમય નિશ્ચિત છે જે એપ્રિલના મધ્યમાં ૧૫થી ૨૦ એપ્રિલનો સમય રહેશે. ત્યાર બાદ કોરોના કેસમાં ઘટાડો પણ એટલી જ ઝડપથી થશે અને મે મહિનાના અંત સુધીમાં દૈનિક કેસનો આંકડો ખૂબ જ નીચે આવી જશે. તેમણે આગળ વધતા કહ્યું કે, હાલ દરરોજ નોંધાતા કોરોના કેસમાં તીવ્ર વધારાને ધ્યાને રાખીને એ અનુમાન લગાવવું અઘરું છે કે બીજી લહેર ચરમ પર પહોંચશે ત્યારે કેટલા કેસ નોંધાશે.
હાલ દરરોજ લાખની આસપાસ કેસ આવી રહ્યા છે. જે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. પરંતુ બીજી લહેર માટે જે પીક સમય નોંધવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર ભાગ્યે જ આવી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલની લહેરમાં એવું રાજ્ય જ્યાં કોરોના તેના ચરમ પર પહોંચશે તે રાજ્ય પંજાબ છે અને તેના પછી મહારાષ્ટ્ર આવશે. જાેકે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, નવા પીક પોઈન્ટને લઈને મોડેલ દ્વારા લગાવવામાં આવેલું અનુમાન સંક્રમણના રોજના ડેટના પ્રતિ સંવેદનશીલ છે.
તેમણે કહ્યું કે, ‘દૈનિક નોંધાતા કોરોના કેસના આંકડાની પેટર્નમાં જરા સરખો બદલાવ પીક પર નોંધાનારા આંકડામાં હજારોની સંખ્યામાં ફેર પાડી શકે છે. પરંતુ બીજી લહેરમાં કોરોના કેસના ચરમ પર પહોંચવાનો સમય એપ્રિલનો મધ્ય જ રહેશે. આવી જ રીતે એક વધુ એક વૈજ્ઞાનિક ગૌતમ મેનન કે જેઓ હરિયાણાની અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર છે તેમણે કરેલા વ્યક્તિગત કેલ્ક્યુલેશનમાં પણ એપ્રિલના મધ્ય ભાગને બીજી લહેરની પીક સમય ગણાવાયો છે. જે બાદ કોરોનાના કેસમાં એટલી જ ઝડપથી ઘટાડો આવશે.