કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાનને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું
તારીખ 4 એપ્રિલ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી અભિષેક કર્યો હતો
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલદાસજી એ જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં શિયાળો ઉનાળો અને ચોમાસુ એ ત્રણ ઋતુ અનુસાર ભગવાનની ભક્તિ કરવાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે .
શિયાળામાં ભગવાને ઠંડી ન લાગે તે માટે જેમ ભગવાનની આગળ મીટર મૂકવામાં આવે છે અને ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે તેવી રીતે ઉનાળામાં ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે તે માટે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામીએ ભગવાનને ગુલાબ જળથી સ્નાન કરાવ્યું હતું .
હાલ કોરોના વાયરસની ઉપાધિ ના કારણે કોઈ હરિભક્તોને પ્રત્યક્ષ દર્શનનો લાભ આપવામાં ન આવ્યો હતો.આ સ્નાનનો સૌને લાભ ઘરે બેઠા મળે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ youtube ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું સાધુ પ્રેમ વત્સલ દાસજી કુમકુમ