દેશમાં કોરોનાના ૯૩ હજારથી વધુ નવા કેસ, ૫૧૩ લોકોનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Corona-1-scaled.jpg)
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૪૯,૪૪૭ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, ભારતમાં કોરોના નવા કેસો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનો અંદાજ એની પરથી લગાવી શકાય છે કે, હવે દેશમાં એક જ દિવસમાં ૯૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. ફરી મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જાેવા મળ્યું છે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૪૯,૪૪૭ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૩,૨૪૯ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૫૧૩ લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા પછી દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા એક કરોડ ૨૪ લાખ ૮૫ હજાર ૫૦૯ થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ૧ કરોડ ૧૬ લાખ ૨૯ હજાર ૨૮૯ લોકો સાજા થયા છે, જ્યારે હાલમાં ૬ લાખ ૯૧ હજાર ૫૯૭ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુ પછી દેશમાં મૃતકોની સંખ્યા વધીને ૧ લાખ ૬૪ હજાર ૬૨૩ થઈ ગઈ છે. આઇસીએમઆર અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૬૬,૭૧૬ કોરોનાની તપાસ થઈ છે.
શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ -૧૯ના ૪૯,૪૪૭ નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આને કારણે, રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૨૯,૫૩,૫૨૩ થઈ ગઈ છે. જ્યારે કોરોનાથી મૃત્યું પામેલા ૨૭૭ દર્દીઓની સાથે મૃત્યુની સંખ્યા વધીને ૫૫,૬૫૬ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ શહેરમાં કોવિડ -૧૯ ના ૯,૧૦૮ નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસ છે.
આ પહેલા, ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ, એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં ૨૪,૬૧૯ નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં શનિવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના ૩૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ચેપ દર વધીને ૪.૪૮ ટકા થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૩૫૬૭ નવા કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૬,૭૨,૩૮૧ થઈ ગઈ છે. ચેપના કારણે ૧૦ વધુ મોત સાથે મૃત્યુઆંક ૧૧,૦૬૦ પર પહોંચી ગયો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, કેસોમાં વધારાની વચ્ચે, ચેપ દર એક દિવસ પહેલા ૪.૧૧ ટકા હતો, જે વધીને ૪.૪૮ ટકા થયો છે. દિલ્હીમાં શનિવારે સતત બીજા દિવસે કોરોના વાયરસના ૩૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ચેપ દર વધીને ૪.૪૮ ટકા થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૩૫૬૭ નવા કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૬,૭૨,૩૮૧ થઈ ગઈ છે. ચેપના કારણે ૧૦ વધુ મોત સાથે મૃત્યુઆંક ૧૧,૦૬૦ પર પહોંચી ગયો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, કેસોમાં વધારાની વચ્ચે, ચેપ દર એક દિવસ પહેલા ૪.૧૧ ટકા હતો, જે વધીને ૪.૪૮ ટકા થયો છે. દેશમાં કોરોનાની બીજી લહેરને પગલે સ્થિતિ ખૂબ જ ઝડપથી વણસી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં સૌથી વધારે ૮૯,૦૦૦થી વધુ કોરોના સંક્રમિતો ભારતમાંથી મળ્યા છે.
ઉપરાંત એક જ દિવસમાં ૭૧૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં થયેલા મૃત્યુ મામલે ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં આના પહેલા ૧૭ સપ્ટેમ્બરના રોજ એક દિવસમાં સર્વાધિક ૯૭,૦૦૦ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે ૪ નવેમ્બરના રોજ સૌથી વધુ ૭૦૨ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા એક દિવસમાં બ્રાઝિલમાં ૬૯,૬૬૨ અને અમેરિકામાં ૬૯,૯૮૬ નવા કેસ સામે આવ્યા હતા.