સોની સમાજ રસી મૂકાવનાર વ્યક્તિને આકર્ષક સોનાની ભેટ આપી રહ્યા છે
રાજકોટ, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેરનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓએ લોકો કોરોનાની રસી મૂકાવવા માટે પ્રેરાય તે માટે એક જાેરદાર રસ્તો શોધ્યો છે. રાજકોટમાં સોની સમાજ રસી મૂકાવનાર વ્યક્તિને આકર્ષક સોનાની ભેટ આપી રહ્યા છે.
રાજકોટમાં તમે રસી મૂકાવી રહ્યાં છો તો તમને કોરોનાની સામે રક્ષણ તો મળે જ છે એની સાથે આકર્ષર ભેટ પણ મળે છે. સોની સમાજે લોકોને રસી મૂકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ જાેરદાર ઓફર રાખી હતી. જેમાં રસી મૂકાવનાર મહિલાઓને સોનાની ચૂંક અને પુરુષોને હેન્ડ બ્લેન્ડર આપવામાં આવી રહ્યું હતું.
આપણે આવી જાહેરાતો માત્ર ચૂંટણીઓ પહેલા જ સાંભળતા હોઇએ છીએ પરંતુ આ તો રસીકરણ વધે તે માટે આ યથાર્થ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજકોટમાં કોરોના વેક્સિન મુકાવનારને સોની સમાજે સોનાની ચૂંક આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજયમાં કોરોનાનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જાય છે.
ત્યારે રાજય સરકાર કોરોના સામે સુરક્ષિત થવા વેકસિનેશન ઝુંબેશને ગતિ આપી રહી છે. રાજકોટ સમસ્ત સોની સમાજના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ તા.૨જીના શુક્રવાર તથા તા.૩ના શનિવારે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન સવારે ૯થી સાંજના ૬ વાગ્યા સુધી કિશોરસિંહજી પ્રા.શાળા, કોઠારીયા નાકા, સોની બજાર ખાતે કરવામાં આવ્યું હતું. લોકો વધુને વધુ વેક્સિન લે તે માટે સોની સમાજના અગ્રણીઑએ વેકસીન મુકાવનારને સોનાની ચૂંક આપી હતી.