Western Times News

Gujarati News

કોરોનાના કહેર વચ્ચે યુવાનો બિન્દાસ ક્રિકેટ રમી રહ્યાં છે

પ્રતિકાત્મક

અમદાવાદ,  કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાથી બચવા ડૉક્ટર્સ પણ લોકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. છતાં કોઈને કોઈ પ્રકારે લોકો ભાન ભૂલી રહ્યા છે. નિયમોની ઐસી તૈસી કરતી તસવીરો રમતના મેદાનમાં ક્રિકેટ રમતા યુવાઓની જાેવા મળી રહી છે.

જ્યાં નથી કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે નથી કોઈ યુવાના ચહેરા પર માસ્ક. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા એક ગ્રાઉન્ડની આ તસવીરો છે. જ્યાં એક સાથે અનેક અલગ અલગ ગ્રુપમાં યુવનો ક્રિકેટ રમી રહ્યા છે. ક્રિકેટ રમી રહેલા યુવાનો અને તેમનો ઉત્સાહ વધારવા ટોળે વળેલા લોકો કોરોના કાળમાં ભાન ભૂલ્યા છે.

મોઢા પર માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના પાલન વગર મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ રમવાની મજા માણી રહ્યા છે. આવી સ્થિતિ માત્ર વસ્ત્રાલ જ નહીં, શહેરના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં, રિવરફ્રન્ટ પરના ગ્રાઉન્ડમાં જાેવા મળી રહી છે. આમ તો કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે વહેલી સવારથી લોકો ક્રિકેટ રમતા હોય છે. પણ રવિવાર જેવી રજાના દિવસે લોકોની ભીડ વધી જાય છે.

હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આવી ચિંતાજનક સ્થિતિમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવા જરૂરી છે. તેવામાં ડોકટર્સ પણ માક્સ વગર ઘરની બહાર નહિ નીકળવાની સલાહ આપી રહ્યા છે. છતાં લોકો બેફીકર થઈને જાહેરમાં માસ્ક વગર ફરી રહ્યા છે.

મહત્વનું છે કે, એકતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કોરોનાના કેસ ડામવા વેકસીનેશન ડ્રાઈવ ચલાવી રહ્યું છે. જેમાં સાથ સહકાર આપવાની જગ્યાએ યુવાઓ નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ રીતે ક્રિકેટ રમી રહ્યા છે. જાે કોરોનાના કેસ અને સંક્રમણ ઘટાડવું હશે તો લોકોનો સહકાર જરૂરી છે. નહિ તો આ પ્રકારની બેદરકારી કોરોનાને વધુ ઘાતક બનાવશે તે નક્કી છે. આપણી એક ભૂલ આપના માટે જ નહીં પુરા પરિવાર અને સમાજ માટે ભારે પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.