ક્વોરન્ટીન થયેલી અનુપમા દીકરાને ખૂબ યાદ કરે છે
મુંબઈ: અનુપમા સીરિયલના દર્શકોને મોટો ઝટકો લાગ્યો છે કારણકે શોની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીને કોરોના થયો છે. હાલ તો રૂપાલી આઈસોલેશનમાં છે. તે પોતાના પરિવારજનોથી દૂર બીજા ઘરે ક્વોરન્ટીન થઈ છે. ત્યારે ૫ એપ્રિલે રૂપાલી ગાંગુલીનો બર્થ ડે છે ત્યારે તેણે ખૂબ પ્લાનિંગ કરી રાખ્યું હતું. પરંતુ વિધિની વક્રતા જુઓ કે રૂપાલીને આ વર્ષે પોતાનો જન્મદિવસ એકલા જ સેલિબ્રેટ કરવો પડશે. રૂપાલીએ હાલમાં જ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક્સક્લુઝિવ વાત કરી છે.
જેમાં કોવિડ સામેની તેની લડત, બર્થ ડે પ્લાન, પોતાનો જન્મદિવસ ઉજવવા માટે રૂપાલીએ અગાઉથી જ શોના મેકર્સ પાસેથી રજા માગી લીધી હતી. “૫ એપ્રિલે મારી બર્થ ડે છે ત્યારે ૫-૬ એપ્રિલની મેં રજા માગી હતી જેથી હું મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકું. ખાસ કરીને મારા દીકરા, પતિ અને મમ્મી સાથે સમય પસાર કરી શકું. મેં મારી બર્થ ડે માટે ઘણાં પ્લાન બનાવ્યા હતા.
પરંતુ મને લાગે છે કે જ્યારે હું મારું પ્લાનિંગ કરતી હતી ત્યારે ભગવાન મને જાેઈને હસતાં હશે કારણકે તેમને તો ખબર જ હતી કે આગામી દિવસોમાં મારી સાથે શું થવાનું છે”, તેમ એક્ટ્રેસે જણાવ્યું. હવે રૂપાલી તેણે બચાવેલા પાંચ કૂતરાઓ સાથે સાદગીથી બર્થ ડે ઉજવશે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી રૂપાલીએ પોતાના એક બીજા ઘરમાં ક્વોરન્ટીન થઈ છે. ત્યારે તેણે કહ્યું, “નસીબજાેગે મારી સાથે મારા ઘરે કામ કરતાં એક નોકર છે જેઓ પણ થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા હતા. તેઓ આખો દિવસ પીપીઈ કિટ પહેરીને રહે છે. હું મારી સાથે વાંચવા માટે ઘણાં બધા પુસ્તકો લઈને આવી છું. હવે હું મારા બર્થ ડે પર શું કરું છું તે જાેઈએ. મારી સાથે મારા પાંચ બાળકો (પાલતુ કૂતરા) છે જેમની સાથે હું સમય પસાર કરી શકું છું.