અક્ષયની રામ સેતુના ૪૫ જુનિયર આર્ટિસ્ટ પોઝિટિવ
મુંબઈ: દેશભરમાં પ્રસરી ચૂકેલા કોરોના સંક્રમણે વ્યાપાર-ઉદ્યોગો સહિત બોલીવૂડ ઇન્ડસ્ટ્રીને પણ પ્રભાવિત કરી છે. ઇન્ડસ્ટ્રીની નામચીન હસ્તીઓ હાલમાં કોરોનાથી સંક્રમિત થઇ ચૂકી છે અને તેની સારવાર લઇ રહ્યા છે. જાેકે કોરોનાએ બોલીવૂડની મોટી હસ્તીઓ જ નહીં, પરંતુ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા અનેક લોકોને પણ ઝપેટમાં લીધા છે.
રવિવાર સવારે જ્યાં અક્ષય કુમારે પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી આપી હતી ત્યાં સાંજ પડે તેમની ફિલ્મ રામ સેતુમાં કામ કરતા લોકોને લઇને પણ મોટી ખબર સામે આવી છે. આ ફિલ્મ સાથે જાેડાયેલા ૪૫ જુનિયર આર્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે. મુંબઇના મડ આઆલિેન્ડમાં સોમવારે એટલે કે ૫ એપ્રિલે ૧૦૦ લોકોની એક ટીમ ફિલ્મ રામ સેતુના સેટ પર પહોંચવાની હતી, પરંતુ અક્ષય કુમાર અને ફિલ્મના પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રાએ તમામના કોવિડ ટેસ્ટ કરાવી લેવાનો ર્નિણય લીધો હતો.
હવે સામે આવ્યું છે કે ૧૦૦માંથી ૪૫ જુનિયર આર્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે, જાેકે અક્ષય અને વિક્રમ મલ્હોત્રાની સાવધાનીએ ઘણા લોકોને સંક્રમિત થતાં બચાવી લીધા હતા. જનરલ સેક્રેટરી અશોક દુબેનું કહેવુ હતું કે ફિલ્મ રામ સેતુની ટીમ સંપૂર્ણ રીતે સાવચેતી રાખી રહી છે. પરંતુ આ દુર્ભાગ્ય છે કે જુનિયર એસોસિએશનના ૪૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જાેકે એક સાથે ૪૫ જુનિયર આર્ટિસ્ટનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં રામસેતુનું સોમવારે શરુ થતુ શુટિંગ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. રિપોર્ટ મુજબ શુટિંગ આગામી૧૩થી ૧૪ દિવસ બંધ રહેશે. ફિલ્મમાં લીડ રોલ કરનારા અક્ષય કુમાર પણ હાલમાં કોરોનાથી સંક્રમિત છે અને હોમ કોરન્ટાઇનમાં સારવાર લઇ રહ્યા છે. તેઓ રવિવારે કોરોનાથી સંક્રમિત હોવાનો ખુલાસ થયો હતો જ્યારે શનિવારે મડ આઇલેન્ડમાં શુટિંગ કરી રહ્યા હતા.